વેરાવળના રેલ્વે સ્ટેશન રોડ પર ધોળા દિવસે દેખાયો દીપડો:3 કલાકની મહા મહેનત બાદ દીપડો પાંજરે પુરાયો


  • Published By :
  • Published Date : 2022-10-30 12:00:15

ગીર સોમનાથ જિલ્લો કે જે ગીર જંગલની નજીક વસેલું શહેર છે જ્યાં અવાર નવાર જંગલી જાનવરો શિકારની શોધમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી જતા હોઈ છે.ગઈ કાલે બપોરના સમય આસપાસ વેરાવળના રેલ્વે સ્ટેશન રોડ નજીક રામનીવાસ ધર્મશાળામાં દીપડો ઘૂસી આવ્યો હતો 

Leopard Rescue: વેરાવળ રેલવે સ્ટેશન નજીક ધર્મશાળામાં ઘૂસ્યો દીપડો, લોકોમાં ફેલાયો ફફડાટ, જુઓ તસવીરો

ધોળા દિવસે શહેરમાં દીપડો ઘુસ્તા લોકોમાં ભય ફેલાયો હતો.દીપડો ઘૂસ્યાની જાણ ફોરેસ્ટ વિભાગને થતા તાત્કાલિક વેરાવળ રેન્જની વન વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાના રેસ્ક્યૂમાં લાગી ગઈ હતી.દીપડાને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જેને લઈ  પોલીસ નો ચુસ્ત બંધોબસ્ત હતો 

Leopard Rescue: વેરાવળ રેલવે સ્ટેશન નજીક ધર્મશાળામાં ઘૂસ્યો દીપડો, લોકોમાં ફેલાયો ફફડાટ, જુઓ તસવીરો

ફોરેસ્ટ વિભાગની ટીમ અને પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 3 કલાકની મહા મહેનતે દીપડાને શોધી કાઢ્યો હતો અને પાંજરે પૂર્યો હતો જોકે દીપડાએ કોઈને નુકશાન પહોંચાડ્યું ન હતું.દીપડો પાંજરે પુરાતા શહેરના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

 


દીપડાના પાંજરે પૂરવા વન વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Leopard Rescue: વેરાવળ રેલવે સ્ટેશન નજીક ધર્મશાળામાં ઘૂસ્યો દીપડો, લોકોમાં ફેલાયો ફફડાટ, જુઓ તસવીરો


શહેરી વિસ્તારમાં દીપડો આવી ચઢ્યો એ તપાસનો મુદ્દો છે


અગાવ પણ ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં જંગલી જાનવરો દેખાયા છે 


કોડીનારના આલિદર ગામે સાંજના સમયે સિંહ ઘુસી આવ્યો હતો જેનો વિડિઓ પણ વાઇરલ થયો હતો.

In the rural area of Gir Somnath, a lion kills an animal in Antafera,  Alidar village and enjoys a feast.

અગાવ ગીરના જસાધાર પંથકમાં એક સિંહ કુવામાં પડ્યો હતો જેને મહામહેનતે ફોરેસ્ટની ટીમે રેસ્ક્યુ હાથ ધરી બહાર કાઢવામાં આવ્યો હતો.

Gir Somnath village: Lion falls in well, pulled out alive after daredevil  rescue act | Cities News,The Indian Express

ગીરના ફાટસર ગામમાં ખેડૂતના મકાન પર મધરાત્રે એક સિંહ આરામ ફરમાવતો જોવા મળ્યો હતો 

Gujarat: Lioness at Gir climbs over roof of house | Rajkot News - Times of  India

કોડીનાર તાલુકાના સીંધાજ ગામે થોડા સમય પહેલા જ સિંહોનું ટોળું ઘુસી આવ્યું હતું અને રાત્રીના સમયે ગામની શેરીમાં પશુનું મારણ કર્યું હતું.

કોડીનારના સિંધાજ ગામમાં સિંહે પશુનું મારણ કર્યું, ગ્રામજનોમાં ફફડાટ | In  Sindhaj village of Kodinar, a lion killed an animal, causing a commotion  among the villagers - Divya Bhaskar



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.