મહીસાગરના સંતરામપુરના ખરસોલી પાસે એક મોટી દુર્ઘટના થતાં બચી ગઈ છે. રોડની સાઈડની રેલિંગને કારણે બસમાં મુસાફરી કરતા લોકોનો જીવ બચ્યો છે... ખરસોલી ગામ પાસે આવેલી નદીમાં ટ્રાવેલ્સ બસ ખાબકી જતા બચી છે રેલિંગને કારણે.. મળતી માહિતી અનુસાર બસ અમદાવાદ આવી રહી હતી અને સ્ટેરિંગ પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવ્યો અને બસ રેલિંગ સાથે અથળાઈ ગઈ.. બસમાં 50-60 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા..
જો રેલિંગ ના હોત તો બસ નદીમાં ખાબકતી!
અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે... રોડની સાઈડની રેલિંગને કારણે બસમાં મુસાફરી કરી રહેલા લોકોનો જીવ બચ્યો છે.. જો રેલિંગ ના હોત તો બસ નદીની અંદર ખાબકી જાત અને એક મોટી દુર્ઘટના સર્જાત... પરંતુ રેલિંગને કારણે મોટી દુર્ઘટના ટળી છે.. બસ રાજસ્થાનના આનંદપુરીથી અમદાવાદ તરફ આવી રહી હતી રાત્રીના સમયે... અને તે વખતે આ ઘટના સર્જાઈ..
રોડ સાઈડ લાગેલી રેલિંગે બચાવ્યો જીવ!
બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનું કહેવું છે કે બસનો ડ્રાઈવર નશામાં બસ ચલાવી રહ્યો હતો.. નશામાં હતો જેને કારણે ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો અને રોડની સાઈડમાં બનેલી રેલિંગ સાથે અથડાઈ ગઈ.. આવું થતા બસમાં મુસાફરી કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.. બસના માલિક ઘટના સ્થળ આવી પહોંચ્યા હતા અને તમામ મુસાફરોને પોતાના વતન પાછા મોકલવાની વ્યવસ્થા કરી..
અનેક વખત બસના ડ્રાઈવરો દેખાય છે નશાની હાલતમાં
મહત્વનું છે કે અનેક વખત બસના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવવાને કારણે લોકોના જીવ જાય છે.. અનેક વખત અકસ્માત આને કારણે સર્જાય છે.. અનેક વખત બસને ચલાવતા ડ્રાઈવર પણ નશાની હાલતમાં દેખાતા હોય છે. અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં આવા ડ્રાઈવર ઝડપાય છે.. ઉલ્લેખનિય છે કે અહીંયા જો રેલિંગ ના લગાવી હોત તો બહુ મોટી દુર્ઘટના થઈ જતી...સંતરામપુરના ખરસોલી ગામ પાસે આવેલી નદીમાં બસ ખાબકતી અનેક લોકોના જીવ જતા..