બુધવારે જ્યારે પીએમ મોદી ઝારખંડમાં હતા ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક થઈ ગઈ હતી. પીએમ મોદીના કાફલા વચ્ચે અચાનક મહિલા આવી ગઈ હતી જેને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે પીએમ મોદી બિરસા મુંડા મેમોરિયલ પાર્ક જઈ રહ્યા હતા. પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થતાં સુરક્ષામાં તૈનાત 3 પોલીસકર્મીઓ વિરૂદ્ધ એક્શન લેવામાં આવ્યા છે. પીએમની સુરક્ષામાં ચૂક થવા મામલે ત્રણ પોલીસને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીએમ મોદી ભગવાન બિરસા મુંડાની જયંતીના અવસર પર ઝારખંડ ગયા હતા.

ત્રણ પોલીસકર્મી વિરૂદ્ધ લેવાયા કાયદાકીય પગલા
પીએમ મોદીની સુરક્ષામાં બહુ મોટો પોલીસ કાફલો તૈનાત હોય છે. એજન્સીઓ પણ પીએમ મોદીની સુરક્ષામાં લાગેલી હોય છે. અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં સુરક્ષામાં ચૂક જઈ જતી હોય છે. ત્યારે ગઈકાલે પીએમની સુરક્ષામાં એક મોટી ચૂક થઈ ગઈ છે. રસ્તા પરથી જ્યારે કાફલો ગુજર્તો હોય ત્યારે એકદમ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતો હોય છે. પરિંદા પણ પર ન મારી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ ગઈકાલે પીએમ મોદી ઝારખંડની રાજધાની રાંચીમાં હતા ત્યારે તેમની સુરક્ષામાં ચૂક થઈ હતી. કાફલા વચ્ચે અચાનક એક મહિલા આવી ગઈ હતી.
પીએમ મોદીના કાફલા વચ્ચે આવી ગઈ હતી મહિલા
પીએમ મોદી ગઈકાલે એટલે કે બુધવારે ઝારખંડ પહોંચ્યા હતા જ્યાં તેમણે ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદી અલગ અલગ સ્થળો પર ગયા હતા અને જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન જેલ ચોક સ્થિત બિરસા મુંડા મેમોરિયલ કમ પાર્ક જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક મહિલા રેડિયમ રોડ પર વડાપ્રધાનના કાફલાની સામે આવી. મહિલા અચાનક કારશેડમાં ઘૂસી જતાં ઈમરજન્સી બ્રેક લગાવવી પડી હતી. થોડા ક્ષણોની અંદર મહિલાને ત્યાંથી ખસેડી દેવામાં આવી અને કાફલો આગળ વધી ગયો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વડા પ્રધાનની મુલાકાત દરમિયાન ફરજમાં બેદરકારી બદલ એક ASI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં ASI અબુ ઝફર, કોન્સ્ટેબલ છોટાલાલ ટુડુ અને કોન્સ્ટેબલ રંજન કુમારનો સમાવેશ થાય છે.

પોલીસ અધિકારીએ મહિલા વિશે કહી આ વાત
જે મહિલા પીએમના કાફલાની સામે આવી હતી તેની જ્યારે પૂછપરછ કરાઈ ત્યારે પોલીસને જાણવા મળ્યું કે તે મહિલા પોતાના પતીની ફરિયાદ પીએમને કરવા માગતી હતી! આ મામલે મળતી માહિતી અનુસાર આ મહિલા પતિથી પીડિત હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ કહ્યું કે તેના લગ્ન 2012માં ઝારખંડના દેવધર જિલ્લામાં જમુની ગામમાં થયા હતા. 2016થી પતિ સાથે ઝઘડો ચાલતો હતો. મહિલા ઈચ્છતિ હતી કે પતિનું વેતન તેના ખાતામાં આવે. આ મામલે તે ઓક્ટોબરમાં પીએમ મોદીને મળવા દિલ્હી પણ ગઈ હતી. 10 દિવસ રહી પણ તેને નિરાશા હાથમાં આવી. રાષ્ટ્રપતિ સાથે પણ તેણે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા. તે મહિલા પોતાના સાસરે પાછી આવી ગઈ.
પોતાની વેદના સંભળાવવા માટે મહિલા કરી રહી હતી પ્રયાસ
વધુમાં અધિકારીએ જણાવ્યું કે પીએમ મોદી રાંચી આવવાને છે તેની જાણ મહિલા થઈ તો તે પીએમને મળવા માટે ત્યાં આવી ગઈ. મહિલાએ મંગળવારે પીએમ મોદીને મળવાની કોશિશ કરી પરંતુ તે સફળ ન થઈ. તો બુધવારે જ્યારે પીએમ જઈ રહ્યા હતા તે વખતે તેમને મળવાની કોશિશ કરી. પરંતુ આ વખતે પણ તે નિષ્ફળ ગઈ. ભીડમાં ઉભેલી મહિલાને અચાનક સાઈરન સંભળાયું અને તે પીએમના કાફલાની સામે આવી ગઈ.






.jpg)








