Delhi International Airport પર સર્જાઈ મોટી દુર્ઘટના, ટર્મિનલ-1ની છત તૂટી પડી, ગાડીઓ દબાઈ અને લોકોને પહોંચી ઈજા...


  • Published By :
  • Published Date : 2024-06-28 11:20:05

ચોમાસાની સિઝન જામી છે.. મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. વરસાદ આવવાની લોકો પ્રતિક્ષા કરી રહ્યા હતા. વરસાદ આવ્યો પરંતુ તેની તેની સાથે અનેક આફતો પણ આવી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટર્મિનલ 1ની બહાર લોખંડના થાંભલાના સહારે ઉભી રાખવામાં આવેલી છત તૂટી પડી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 જેટલા લોકોને ઈજા પહોંચી છે.

  

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્જાઈ દુર્ઘટના

રાજધાની દિલ્હીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.. રસ્તા પર પાણી ફરી વળ્યું છે. રસ્તા પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે.. વાહનચાલકોની હાલત ખરાબ થઈ ગઈ છે.. વાહનો બંધ પડી ગયા અને ધક્કા મારતા લોકો દેખાઈ રહ્યા છે.  એક તરફ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ટર્મિનલ 1ની બહાર લોખંડના થાંભલાના સહારે ઉભી રાખવામાં આવેલી છત તૂટી પડી છે. આ છતની નીચે પાર્ક કરવામાં આવેલા વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 


ટર્મિનલ-1ની તૂટી ગઈ છત અને... 

છત પડવાની ઘટના સામે આવતા રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરવામાં આવી.. આ દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. સારવાર અર્થે તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ એકથી ઉડવાવાળી ફ્લાઈટને અસર પહોંચી છે.. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. છત તૂટી જવાને કારણે ટર્મિનલ 1મં પાર્ક કરેલી કારને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. 



નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ મામલે આપી પ્રતિક્રિયા 

આ ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ સોશિયલ મીડિયા X પર પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે લખ્યું, 'હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. તમામ એરલાઈન્સને ટર્મિનલ 1 પર અસરગ્રસ્ત મુસાફરોને મદદ કરવાની સલાહ આપવામાં આવી છે. રેસ્ક્યુ ટીમ સ્થળ પર કામ કરી રહી છે. બચાવકાર્ય હજુ પણ ચાલુ છે.મહત્વનું છે કે ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે, પાણી ભરાઈ રહ્યા જેને કારણે પ્રિ મોનસુન કામગીરી પર સવાલ ઉભા થાય છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે