પશ્ચિમ બંગાળમાં દુર્ગા મૂર્તિ વિસર્જન વખતે સર્જાઈ મોટી દુર્ઘટના, પાણીમાં ડૂબી જતા 8 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 12:47:02

નવરાત્રી દરમિયાન માતાજીની મૂર્તિ પંડાલમાં લાવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં નવરાત્રીનો અનેરો મહિમા રહેલો છે. અનેક સ્થળો પર દુર્ગા મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે દશેરા દિવસે મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મલ નદીમાં પાણી છોડાતા મૂર્તિ વિસર્જન કરવા ગયેલા 8 લોકો પાણીમાં ડૂબી ગયા છે. અને 20થી 22 લોકો ગુમ થવા હોવાની આશંકા દેખાઈ રહી છે. ઘટનાની જાણ થતાં ડ NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

મૂર્તિ વિસર્જન દરમિયાન બની દુર્ઘટના

દશેરાના દિવસે માતાજીની મૂર્તિને વિદાય આપવામાં આવે છે. પાણીમાં દુર્ગા માતાની પ્રતિમાને પધરાવવામાં આવે છે. ત્યારે ગત રોજ મોડી રાત્રે મૂર્તિ વિસર્જન કરવા ગયેલા લોકો પાણીમાં તણાઈ ગયા હતા. વધારે પાણીનો પ્રવાહ આવતા તેઓ પાણીમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે આવી બચાવવાની કોશિશ કરી હતી. અધિકારીઓએ કહ્યું કે આ ઘટનામાં 8 લોકોનાં મોત થયો છે. જેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. લગભગ 40 જેટલા લોકો હજુ પણ ટાપુ પર ફસાયા છે.

 

વડાપ્રધાન મોદીએ લીધી ઘટનાની નોંધ

આ દુર્ઘટનાની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થતા તેમણે દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમઓએ ટ્વિટ કરતા લખ્યું કે દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન દુર્ઘટનાથી દુ:ખી છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્તને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.     


ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.