Bhavnagarમાં સર્જાઈ મોટી દુર્ઘટના, માધવહીલ કોમ્પ્લેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી થતા અનેક લોકો કાટમાળ નીચે દબાયા


  • Published By :
  • Published Date : 2023-08-02 15:00:14

ભાવનગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. માધવહીલ કોમ્પ્લેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી થયો છે. જેમાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. દટાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. મહત્વનું છે કે ચોમાસા દરમિયાન અનેક વખત આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. દિવાલો ધરાશાયી થતા, નિર્માણાધીન મકાનો તેમજ જર્જરિત મકાનો ધરાશાયી થતાં હોય છે જેને લઈ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માધવહિલ કોમ્પલેક્ષમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે કલેક્ટરના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં આઠથી દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું છે તેવી માહિતી હાલ સામે આવી છે.  

Bhavnagar: 10 to 15 people feared buried in debris after building collapse in Bhavnagar Bhavnagar:  જૂનાગઢ બાદ ભાવનગરમાં મોટી દુર્ઘટના, 10થી 15 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સમય દરમિયાન અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દુર્ઘટના સર્જાવાને કારણે લોકો કાળનો કોળિયો બને છે. દિવાલ ધરાશાયી, જર્જરિત મકાન ધરાશાયી થતી હોવાની અનેક ઘટનાઓ આપણી સામે આવતી હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં આવી દુર્ઘટના સર્જાતી હતી. તે બાદ જૂનાગઢમાં પણ આવી ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ભાવનગરમાં બિલ્ડીંગના પાછળનો ભાગ પડી જતાં દુર્ઘટના સર્જાઈ છે. આ કાટમાળ નીચે 10થી 15 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં એક  વ્યક્તિનું મોત થઈ ગયું હોય છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. જે લોકો દટાયા છે તેમની હાલત ગંભીર છે તેવી માહિતી હાલ સામે  આવી રહી છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે