Maharastraમાં સર્જાઈ મોટી દુર્ઘટના, પુલ નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતા થયા અનેક શ્રમિકોના મોત


  • Published By :
  • Published Date : 2023-08-01 10:11:09

મહારાષ્ટ્રના થાણેમાં  મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 16 જેટલા શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટના શાહપુર નજીક સરલામ્બે ખાતે હાઈવે પુલના નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતા સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર રાત્રીના સમયે જ્યારે બાંધકામની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ દુર્ઘટના સર્જાઈ છે. જે ગર્ડર મશીનને કારણે દુર્ઘટના સર્જાઈ છે તે અંદાજીત 100 ફૂટની ઉંચાઈએથી નીચે પડી ગયું હતું. એવું પણ માનવામાં આવે છે કે આ મૃત્યુઆંક વધી પણ શકે છે. આ ઘટનામાં અનેક મજૂરો દટાયા છે અને હાલ તેમને બચાવવા માટે કામગીરી કરાઈ રહી છે. મશીનનું ભારે વજન હોવાને કારણે ઝડપથી તેને દૂર કરવામાં પણ તકલીફ પડી રહી છે.


દુર્ઘટનામાં થયા 16 લોકોના મોત 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આપણી સામે એવી અનેક એવી ઘટનાઓ આવતી હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ગઈકાલે ચાલતી ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની હતી તો આજે થાણેમાં નિર્માણધીન બ્રિજ  પર દુર્ઘટના સર્જાઈ છે. સોમવાર મોડી રાત્રે અને મંગળવાર વહેલી સવારે શાહપુર નજીક ગર્ડર લોન્ચિંગ મશીન પડવાથી 16 શ્રમિકોના મોત હજી સુધી થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અનેક બીજા શ્રમિકો દટાયા છે.      


 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે