Uttrakhandમાં સર્જાઈ મોટી દુર્ઘટના, યમનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલનો તૂટી પડ્યો સ્બેલ! આટલા શ્રમિકોના જીવ સંકટમાં!


  • Published By :
  • Published Date : 2023-11-12 13:00:14

દેશના અનેક રાજ્યોમાં ટનલ બનાવાની કામગીરી ચાલી રહી છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નિર્માણ પામી રહેલી બિલ્ડીંગ, બ્રિજો,ટનલ તૂટી પડતા હોય છે. ત્યારે ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. એક ભાગ તૂટી પડતા તેની નીચે અનેક શ્રમિકો ફસાયા છે તેવી જાણકારી પણ સામે આવી છે. દુર્ઘટના સર્જાયા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. આ અંગે મળતી માહિતી અનુસાર કોઈ જાનહાની નથી થઈ. પરંતુ જાનહાની નહીં જ થઈ હોય તેવી સંભાવના નથી.! 

નિર્માણાધીન ટનલનો તૂટી પડ્યો સ્લેબ! 

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર ઉત્તરકાશીમાં શનિવાર મોડી રાત્રે નિર્માણાધીન ટનલનો એક સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં અનેક શ્રમિકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. બ્રહ્મખાલ-યમનોત્રી નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી ટનલનો એક સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર આ સ્લેબ નીચે 40 જેટલા મજૂરો ફસાયા છે. ઘટનાની જાણ થતા જ બચાવની કામગીરી શરૂ થઈ ગઈ છે. શ્રમિકોને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. 

ક્યાં સર્જાઈ આ દુર્ઘટના? 

મળતી માહિતી મુજબ, અકસ્માત રવિવારે સવારે 5:00 વાગ્યે થયો હતો. આ ભૂસ્ખલન સિલ્ક્યારા તરફના ટનલના પ્રવેશદ્વારથી 200 મીટરના અંતરે થયું હતું, જ્યારે કામ કરી રહેલા કામદારો વાહનના પ્રવેશદ્વારની અંદર 2800 મીટર અંદર હતા. ઓલવેધર રોડ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી રહેલી ટનલની લંબાઈ 4.5 કિમી છે. તેમાંથી ચાર કિમીનું બાંધકામ પૂર્ણ થયું છે. અગાઉ ટનલનું નિર્માણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સપ્ટેમ્બર 2023 હતો, પરંતુ હવે તેને માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે