વલસાડના સરીગામ GIDCમાં થયો ભીષણ બ્લાસ્ટ, ત્રણ કામદારોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-28 10:24:35

આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક વખત આગ લાગવાને કારણે લોકોના મોત થતા હોય છે ઉપરાંત નુકસાન પણ થતું હોય છે. ત્યારે વલસાડના સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં બ્લાસ્ટ થયો છે જેમાં ત્રણ કામદારોના મોત થયા છે. વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. ભયંકર બ્લાસ્ટ થયો હતો જે બાદ આગ લાગી હતી. કાટમાળ પણ તૂટી પડ્યો હતો જેમાં કામદારો દબાયેલા હોવાની માહિતી સામે આવી. પ્રચંડ ધમાકા બાદ લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો. ઉપરાંત પોલીસે પણ ઘટનાસ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી.

 વાપી: વલસાડના સરીગામ જીઆઈડીસીની વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં બ્લાસ્ટ થયો છે. જેના કારણે કંપનીનો સ્લેબ પણ ધરાશય થયો છે. આ પ્રચંડ ધમાકામાં  ત્રણ કામદારોના મોત નીપજ્યા છે. આ બ્લાસ્ટ બાદ થયેલા કાટમાળમાં કેટલાક લોકો પણ દબાયાની માહિતી સામે આવી રહી છે. જેથી ફાયર વિભાગની ટીમ ત્યાં તેમની શોધખોળ કરી રહી છે. મોડી રાતે થયેલા પ્રચંડ ધમાકા બાદ લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હાલ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

 આ કંપનીનાં બ્લાસ્ટનાં ધડાકાને કારણે આસપાસની કંપનીના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.


ઘટનામાં થયા ત્રણ જેટલા કામદારોના મોત 

આગ લાગવાની ઘટના પ્રતિદિન વધી રહી છે. વલસાડના સરીગામ જીઆઈડીસીમાં આવેલી વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઈન્ડિયા નામની કંપનીમાં મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો જે બાદ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાને કારણે કંપનીનો સ્લેબ પણ ધરાશાઈ થયો હતો. મળતી માહિતી અનુસાર આ ધમાકામાં ત્રણ જેટલા કામદારોના મોત થયા છે. ઉપરાંત કાટમાળમાં અનેક કામદારો ફસાયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  

 આ લોકો એક મશીનનાં સમારકામ માટે આવ્યાં હતા. અને બ્લાસ્ટ થતા ફસાઇ ગયા હતા.

 જીઆઈડીસીમાં આવેલી વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી.

કાટમાળમાં ફસાયેલા કામદારોનું કરાયું રેસ્ક્યુ 

પેટ્રો ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા ત્રણ કામદારોના મોત થયા છે. તો બે માળનો એક તરફનો હિસ્સો પણ ધરાશાયી થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. ઉપરાંત 108ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઉપરાંત જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારી પણ ઘટનાસ્થળ પર પહોચ્યા હતા. રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.