ગુજરાત પોલીસ માટે ગર્વની વાત, પીએસઆઈને યુએસએનો એવોર્ડ મળ્યો


  • Published By :
  • Published Date : 2023-07-19 15:27:46

થોડા સમય પહેલા ગુજરાતમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકને લઈ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરીના લાઈઝેનિંગ માટે પી.એસ. આઈ આર.જી.રાઓલની નિમણૂંક કરવામાં આવી હતી. પી.એસ.આઈની કામગીરીથી ખુશ થઈ તેમને સિક્રેટ સર્વિસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. પી.એસ.આઈ આર.જી.રાઓલ ઈ-ડિવિજનલ ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવે છે. આર.જી.રાઓલની નિમણૂંક યુએસએના સેક્રેટરી ઓફ ટેઝરી જેનેટ એએલ સાથે લાઈઝેનિંગ ઓફિસર તરીકે કરવામાં આવી હતી. 


ગાંધીનગર ખાતે મળી હતી જી-20 બેઠક 

ભારતમાં મહેમાનને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આપણે ત્યાં જો કોઈ મહેમાન આવે તો તેની આગતા સ્વાગતામાં કોઈ કસર નથી રાખતા. અને તેમાં પણ જો મહેમાન વિદેશથી આવ્યા હોય અને ન માત્ર આપણા પરંતુ દેશના મહેમાન હોય તો તો વાત જ કંઈક અલગ છે. ત્યારે ગાંધીનગર ખાતે જી-20 બેઠકનું આયોજન થયું હતું,એ બેઠકમાં ભાગ લેવા દેશ-વિદેશથી મહેમાનો આવ્યા હતા. બેઠકને લઈ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઉપરાંત અનેક ઓફિસરોની નિમણૂંક લાઈઝેનિંગ ઓફિસર તરીકે કરવામાં આવી હતી. 


પીએસઆઈને યુએસએનો એવોર્ડ મળ્યો

પીએસઆઈ આર.જી. રાઓલને લાઈઝેનિંગ ઓફિસર તરીકે યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરી જેનેટ એએલ સાથે રાખવામાં આવ્યા હતા. વિદેશથી આવેલા મહેમાનને કોઈ અગવડ ન પડે તે માટે પીએસઆઈએ ઘણી મહેનત કરી હતી. તમામ સગવડો સમયસર તેમની સુધી પહોંચે તેવું આયોજન તેમજ તેવું મેનેજમેન્ટ જોઈ તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. પીએસઆઈની કામગીરીને જોઈ યુએસએના સેક્રેટરી ઓફ ટ્રેઝરી ખુશ થયા હતા. જેનેટ એએલે તેમની કામગીરીને જોઈ સિક્યોરિટી ઓફિસરને મેડલ આપવાની જાહેરાત કરી હતી અને પીએસઆઈ આરજી રાઓલને યુએસએનો સિક્રેટ સર્વિસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.       




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે