Shankarsinh Vaghela અને છોટુ વસાવા વચ્ચે થઈ બેઠક, શું Bharuch Loksabha બેઠક પર નવા જુનીના એંધાણ? જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-04-11 16:47:02

ગુજરાતમાં અત્યારે હિટવેવ ચાલી રહી  છે અને રાજનીતિમાં પણ કંઈક એટલી જ ગરમી છે. ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે.  અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ ડેમેજ કંટ્રોલમાં લાગેલી છે તો કોંગ્રેસના પેચ ઘણી બેઠકો પર અટવાયેલા છે ત્યારે એક તસવીર સામે આવી છે જે વિચારવા પર મજબૂર કરે કે આ લોકસભા બેઠક પર કંઈક નવા જૂની થશે એ પાક્કું છે...! અમે વાત કરી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકની જ્યાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે, છોટુ વસાવાએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આ બધા વચ્ચે શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે બેઠક થઈ હતી અને ત્યાંની તસવીરો સામે આવી હતી.  

શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે થઈ હતી બેઠક 

લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં ફરી જૂના નેતાઓ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત થતાં અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. જેમની આ મુલાકાત બેઠકમાં ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર દિલીપ વસાવા પણ હાજર હતા આ બેઠક ગાંધીનગરમાં શંકરસિંહના નિવાસસ્થાને મળી હતી. શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવાની બેઠકને લઈ ભરૂચ બેઠકને લઈ ચર્ચા થઈ હોવાનું અનુમાન અત્યારે બધા લગાવી રહ્યા છે. 


છોટુ વસાવાએ પણ ઉતાર્યા છે ઉમેદવારને મેદાનમાં 

ભરૂચ લોકસભા બેઠક જે હમેશા ચર્ચામાં રહેતી હોય છે, કોઈ વખત મનસુખ વસાવાને કારણે કે તો કોઈ વખત ચૈતર વસાવાને કારણે... પરંતુ આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે.  ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધને ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે. તો વળી BAPએ દિલીપ વસાવાને રાજકીય મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર વસાવા vs વસાવાની જંગ રસપ્રદ થવાની છે. ભરૂચ લોકસભા બેઠક 1989માં એહમદ પટેલનો ચંદુભાઈ દેશમુખ સામેની પરાજય બાદથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. 35 વર્ષથી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપે મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકી ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. 

ભરૂચ લોકસભા સીટ રહેશે ચર્ચામાં કારણ કે... 

ગુજરાતની મુખ્યત્વેની બેઠકો એવી છે જ્યાં બે ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે પરંતુ ભરૂચ લોકસભા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે. છોટુ વસાવાએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આ વખતે ચિત્ર કંઈક અલગ છે એટલે જ વર્ષ 2024ની ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી ઘણી રસપ્રદ રહેશે. મતદારોથી લઈ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભરૂચ એ હોટ સીટ રહેવાની છે. ગત લોકસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 55.47 ટકા મતો સાથે 6.37 લાખ મતો મળ્યા હતા પણ આ વખતે સામે ચૈતર વસાવા છે એટલે આ ગણતરીઓમાં ઘણો ફેર પડી શકે છે... ત્યારે શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે થયેલી બેઠકને કારણે રાજનીતિ ગરમાઈ છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે