કમલમ ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, બાકી રહેલા ઉમેદવારોના નામને લઈ થશે મનોમંથન


  • Published By :
  • Published Date : 2022-11-13 18:19:39

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ તે પહેલે જ ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અનેક વખત વડાપ્રધાન તેમજ અમિત શાહ ગુજરાત આવી ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કમલમ ખાતે તેઓ ઉચ્ચસ્તરિય બેઠક કરશે જ્યાં બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવશે. 

गुजरात चुनाव: बीजेपी ने जारी की स्टार प्रचारकों की लिस्ट, इन 40 नेताओं को  मिली जगह - gujarat elections 2022 bjp Star campaigners list for Phase 1  election ntc - AajTak

સ્ટાર પ્રચારકો આવશે ગુજરાત

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર કરવા જાણીતા અને સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. 40 જેટલા સ્ટાર પ્રચારકો ગુજરાત આવી ભાજપનો પ્રચાર કરવાના છે જેમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, હેમા માલિની, જે.પી.નડ્ડા, સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  લાવવામાં આવી રહ્યા. ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 

Modi-Shah play safe in Gujarat | Deccan Herald

ઘાટલોડિયાથી સીએમ શાહની હાજરીમાં ભરશે ફોર્મ 

ભાજપે લગભગ બધી બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે પરંતુ અનેક બેઠકો માટે નામની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નામોની ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત શાહની હાજરીમાં જ સીએમ ઘાટલોડિયાથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે તેવી સંભાવાના દેખાઈ રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે