મહિના પહેલા CMએ કરોડોના ખર્ચે સુરેન્દ્રનગરને આપ્યું ST બસ સ્ટેન્ડ, કોંગ્રેસે જનતા રેડ કરી ખોલી સુવિધાના પોલ


  • Published By :
  • Published Date : 2023-05-28 17:03:01

હમણા મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં 8.8 કરોડ રૂપિયાના ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું. પણ મહિનાની અંદર જ સુરેન્દ્રનગરને પહોંચેલી સરકારી સેવાનું સૂરસુરિયું થઈ ગયું. અગાઉ અટલ બ્રિજ અને મેટ્રો સ્ટેશનના પણ આવા હાલ ગુજરાત જોઈ ચૂક્યું છે પણ અહીં અલગ એ થયું કે કોંગ્રેસની સક્રિયતા દેખાઈ. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જનતા રેડ કરીને સરકારી સેવાનો ભાંડો ફોડ્યો. વિસ્તારથી વાત કરીએ સુરેન્દ્રનગરની સમસ્યા શું છે અને કોંગ્રેસના જનમંચ કાર્યક્રમથી વિધાનસભાની સીડી મળશે કે કેમ? 

કરોડોની કિંમતે બનેલા બસસ્ટેન્ડનો કોંગ્રેસે જોયો બૂરો હાલ!

સુરેન્દ્રનગરમાં 27 મેના દિવસે કોંગ્રેસ નેતા અમીત ચાવડાની હાજરીમાં જનતા રેડ થઈ. ચૂંટણી બાદથી વિધાનસભામાં અને પત્રકાર પરિષદ યોજી મુદ્દા ઉઠાવતી કોંગ્રેસ ગ્રાઉન્ડ પર જોવા મળી. વિગતવાર વાત કરીએ તો એવી વાતો ચાલી હતી કે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડનું લોકાર્પણ અધૂરા કામો વચ્ચે કરી દેવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ હતો. તો અમિત ચાવડા સુરેન્દ્રનગરના લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા અને પ્રશ્નો સમજી રહ્યા હતા. કોંગ્રેસના નેતાના કાન સુધી એસટી બસ સ્ટેન્ડની પરિસ્થિતિની વાત પહોંચી. તો પરિસ્થિતિ ચકાસવા વરિષ્ઠ નેતા અમિત ચાવડા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી જનતા રેડ કરી સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યા. જ્યાં પહોંચી તેમને ખબર પડી કે હમણા જ લોકાર્પણ થયેલા કરોડોના એસટી બસ સ્ટેન્ડમાં ઘણી બધી સમસ્યાઓ છે. એસટી બસ સ્ટેન્ડમાં પીવાના પાણીના પણ કોઈ ઠેકાણા નહોતા જોવા મળ્યા. બસ સ્ટેન્ડના શૌચાલયો પર તો રીત સરના તાળા લટકતા હતા. ગુજરાત સરકારે જે નળથી જલ યોજના અંતર્ગત ગુજરાતના સો ટકા ઘર સુધી પાણી પહોંચ્યું છે તેવા નળની ચકાસણી કરી તો નળ જ ગાયબ હતા. લોકો નળની ચોરી કરી લીધી હતી. બસ સ્ટેન્ડમાં ભાડે દુકાનો રાખનાર વેપારીઓ સાથે વાત કરી તો ખબર પડી કે આવી પરિસ્થિતિમાં સરકારને લાખો રૂપિયા ચૂકવીને પણ ધંધો કરવા સુવિધાના નામે આવી કંઈક પરિસ્થિતિ મળી રહી છે. કોંગ્રેસને જનમંચ કાર્યક્રમમાં દારુ-જુગાર, ડોક્ટરોની સુવિધા, ખનન સહિતની અનેક સમસ્યાની ફરિયાદ પણ મળી હતી..

વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના સૂપડાં થઈ ગયા છે સાફ!

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો પ્રદેશ કોંગ્રેસ નેતા ગુજરાતના જિલ્લાઓ અને નગરપાલિકાઓમાં જનમંચ કાર્યક્રમ યોજી જનતાઓની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. આ સમસ્યાઓ કોંગ્રેસ આગામી સમયમાં સરકાર સામે મૂકશે. આપણે જાણીએ છીએ કે ગઈ વિધાનસભામાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. 70માંથી 17 બેઠક સુધી કોંગ્રેસ સમેટાઈ ગઈ છે પણ હવે તે લોકો વચ્ચે જઈ ઉભી થવાનો પ્રયાસ કરી રહી છે. જે સરકારને ગુજરાતની જનતાએ 156 વિધાનસભાની સીટ અપાવી તેને ઢંઢોળી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ જનમંચ મારફતે લોકોના સવાલોને જનસભાથી વિધાનસભા પહોંચાડવા ઈચ્છે છે. ગુજરાત સ્થાપના દિવસ પર શરૂ કરેલા જનમંચ કેમ્પેઈનથી  હવે કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે તો હવે સમય જ બતાવશે.




બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.