Social Media પર વાયરલ થઈ રહી છે Diwali ઉજવણીને લઈ એક કવિતા, અનેક લોકો આ કવિતાથી સહેમત થશે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-16 15:48:32

એક સમય હતો જ્યારે તહેવાર મનાવવાની શરૂઆત ઘણા સમય પહેલાથી થઈ જતી હતી. દિવાળીની આતુરતાથી રાહ જોવાતી હતી પરંતુ હવે જમાનો ફાસ્ટ ફોરવોર્ડનો થઈ ગયો. આજની ઉજવણી જોતા પહેલાના જમાનાના લોકો કહી રહ્યા છે કે તહેવારની ઉજવણી એક દિવસ પૂરતી સિમીત થઈ! આ વાતને પૂર્ણ રીતે નકારી પણ ન શાકય કારણ કે કદાચ મનમાંને મનમાં આપણે આ વિચારતા હોઈશું. આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે આ ઉજવણી દરમિયાન પોતાના જુના દિવસોને યાદ કર્યા હશે અને કહ્યું હશે કે અમે તો આવી રીતે દિવાળીની ઉજવણી કરતા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર એક કવિતા વાયરલ થઈ રહી છે જેમાં કંઈ આવી જ વાત કરવામાં આવી છે.



દિવાળીની ઉજવણીને લઈ જે એક કવિતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તે કોની છે તે નથી ખબર પરંતુ તે આજની પરિસ્થિતિને દર્શાવતી છે.કવિતાના શબ્દો આ પ્રમાણે છે-


ના કોઈ ઘરે આવ્યું, 

                  ને ના કોઇને મળવા ગયા;

ટેબલ પર  કાજૂ-બદામ ને પીસ્તા,

               જેમના તેમ જ પડ્યાં રહ્યા...


એ જ ટેબલક્લોથ છે,

            ને હવે ના ચાદરો બદલાય છે;

આમ પણ પહેલાંની માફક,

               ક્યાં હવે કશું યે થાય છે ? ...


ઘૂઘરા, મઠિયાને મોહનથાળ,

                       ના કોઇ હવે ખાય છે;

બસ, થોડી સુગર ફ્રી મીઠાઇ,

                         ડીશમાં પીરસાય   છે. ...


બારણે પ્લાસ્ટિકના તોરણ,

                        ને સ્ટીકરમાં લાભશુભ;

લક્ષ્મી પગલાં ઉંબરે,

                        ક્યાં કંકુથી હવે દોરાય છે ?...


એ નવા કપડાની જોડી , 

                      ને બૂટ પર પાલીશ કરી;

બોણીની આશા લઇને,

                     ક્યાં હવે ઘર ઘર ગણાય છે? ...


તારામંડળ, ભોંય ચકરી, 

                    કોઠી ને રોકેટ;

એ ભીંત ભડાકા ને લૂમ ટેટાની,

                    ક્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે?...


સાપની ટીકડીનો એ,

                   શ્વાસમાં જતો કાળો ધૂમાડો;

આજે સ્મરણોની શેરીમાં,

                    ચારેકોર પથરાય છે....


હા, સમયના બદલાવ સાથે,

                  કેટકેટલું બદલાય છે?

તો ય જાણે એવું લાગતું,

                કે ભીતરે કૈંક ગૂંગળાય છે...  



એ વાતને ખોટી પણ ન ગણી શકાય કે તહેવાર માત્ર એક દિવસ પૂરતો સિમીત થઈ ગયો છે. એક સમય એવો હતો કે જ્યારે તહેવારની ઉજવણી અનેક દિવસો પહેલાથી શરૂ કરવામાં આવતી હતી. દિવાળી વેકેશનમાં લોકો નાનીના ઘરે જતા. લોકો એકબીજાના ઘરે જતા હતો પરંતુ હવે તો એ પણ બહુ ઓછું થઈ ગયું છે. પહેલા આનંદથી ફટાકડા ફોડવામાં આવતા હતા પરંતુ હવે જાણે દેખાદેખીમાં ફટાકડા ફોડાતા હોય તેવું લાગે છે! 


સમય બદલાયો અને ઉજવણી કરવાની રીત પણ બદલાઈ!

પહેલા મોહનથાળ અને મગસની મીઠાઈ ઘરે બનાવામાં આવતી હતી પરંતુ ધીમે ધીમે આમાં ફેરફાર આવ્યો છે. બહારની મીઠાઈ આવવા લાગી અને હવે તો સુગરફ્રી મીઠાઈઓ લોકો ખાવા લાગ્યા છે. પહેલા નવા કપડાની ખરીદી કરવામાં આવતી, વડીલો બોણી કરાવશે, પૈસા આપશે તે આશા સાથે નાના બાળકો વડીલોના ઘરે જતા હતા પરંતુ હવે બધુ બદલાઈ ગયું. પ્લાસ્ટિકના તોરણ ઘરના આંગણે લગાવવામાં આવે છે. લાભ-શુભના સ્ટીકરો હવે દરવાજા પર લગાવવામાં આવે છે. આ કવિતા વિશે તમે શું કહેશો તે અમને જણાવો..    



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.