પુત્ર પ્રેમમાં અંધ બનેલા માતા પિતાને એક પ્રશ્ન, શું દુર્ઘટના પાછળ માત્ર પુત્ર જ જવાબદાર હોય છે?


  • Published By :
  • Published Date : 2023-07-21 14:06:28

પુત્ર માટે માતા પિતાનો પ્રેમ હોવો તે સ્વભાવિક છે. અમીર હોય કે સામાન્ય વર્ગના પરિવારનો દીકરો હોય માતા પિતાની ભાવના પોતાના સંતાન માટે સરખી જ હોય છે. પરંતુ જ્યારે માતા પિતા પોતાની આંખો પર પ્રેમનો પાટો બાંધી દેતા હોય છે તે આંખો હોવા છતાંય ગાંધારી તેમજ ધૃતરાષ્ટ બની જતા હોય છે. પોતાના બાળકને કોઈ અગવડ ન પડે તેનું ધ્યાન રાખવાનો હક દરેક માતા પિતાનો હોય છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કોઈ બીજાના જીવનને દાવ પર લગાવી શકો.. બીજાનું જીવન છીનવી લેવાનો હક કોઈને નથી. કોઈ માતા પોતાના સંતાનને એટલા માટે જન્મ નથી આપતી કે કોઈ નબીરાની ગાડી નીચે કચડાઈ મોતને ભેટે.    

અમીર મા બાપ પોતાના સંતાનને મોંઘી ગાડીઓ તો આપી દે છે પરંતુ....

બધાનું જીવન એકદમ સામાન્ય રીતે ચાલતું હતું. અચાનકથી એક છોકરો એક અકસ્માત કરે છે અને 9 લોકોને ગાડીની નીચે કચડી નાખે છે.. અને પછી? ઘટના સ્થળ પર તેના પિતા આવે છે અને તેને પોતાની સાથે લઈ જાય છે. ત્યારે એક વાત કરવી છે કે અમીર મા-બાપ પોતાના સંતાનને ગાડી તો આપી દે છે પરંતુ ગાડીને કેવી રીતે ચલાવવી તે નથી સમજાવતા. જે લોકો રસ્તા પર ચાલે છે તે પણ માણસ છે તે પણ તે નથી સમજાવતા. તેમનામાં પણ જીવ રહેલો છે, રસ્તા પર ચાલવાનો, રસ્તા પર ગાડી ચલાવવાનો તેમનો પણ હક છે તે નથી સમજાવતા. અને પરિણામે જે ઘટના ઘટે છે તે આપણી સામે છે... એક નબીરો ફૂલ સ્પીડમાં ગાડી લઈને આવે છે અને 10 લોકોને ઉડાવી દે છે. આ કેસમાં માત્ર તથ્યનો વાંક છે એવું નથી, પરંતુ જે રીતના એનો એટીટ્યુડ છે, જે રીતે તે લોકો સાથે વર્તે છે તે તેના વ્યક્તિત્વ વિશે કહેવા માટે પૂરતું છે.  


નાની ઉંમરે વાલીઓ સંતાનોને ગાડી ચલાવવા આપી દેતા હોય છે...

કાલે જે ઘટના થઈ તેના મૂળમાં જઈને જોઈએ તો થાર એક ડમ્પર સાથે ભટકાઈ. લોકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તે પછી એક ગાડી પાછળથી આવે છે અને 9 લોકોને મોતને ઘાટ ઉતારે છે. જે છોકરો થાર ગાડી ચલાવી રહ્યો હતો તે માત્ર 16 વર્ષનો હતો. કોઈ મા બાપ કેવી રીતે નાની ઉંમરના દીકરાને આટલી મોટી ગાડીની ચાવી આપી શકે? કાયદા પ્રમાણે પણ લાઈસન્સ 18 વર્ષે મળે છે તો માત્ર બાળકની જીદને સંતોષવા શા માટે માતા પિતા 16 વર્ષે ગાડીની ચાવી આપી દેતા હોય છે. તમારા બાળકના પ્રત્યેનો પ્રેમ કોઈ બીજી જનેતા પર ભારે ન પડે તેનું ધ્યાન તો માતા પિતાએ જ રાખવું પડશે. 



તથ્ય પટેલના ગુન્હાના મૂળ કારણમાં તેના પિતા જવાબદાર!

તથ્ય પટેલની વાતો થઈ રહી છે પરંતુ તેની આવી કરતૂત પાછળ તેના માતા પિતા દ્વારા આપવા આવેલી જાહોજલાલી છે. એક એવું ઉદાહરણ પ્રજ્ઞેશ પટેલ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે કે પૈસાથી સિસ્ટમ ખરીદી શકાય છે. પહેલા ગુન્હો કરો અને પછી પૈસા આપી છૂટા થઈ જાવ! આ સંસ્કારોનું સિંચન તથ્ય પટેલના માતા પિતાએ જ કર્યું હશે. આ કેસમાં તથ્ય પટેલ જ સીધી રીતે આરોપી છે, પણ એના મૂળ અને બેજવાબદારી એનો દુનિયાને જોવાનો અભિગમ બધું જ એના પપ્પા પ્રજ્ઞેશ પટેલના જીવન સુધી કનેક્ટ થાય છે. પ્રજ્ઞેશ પટેલના ભૂતકાળના ગુનાઓના કારણે જ એને અત્યારે વધારે આકરી રીતે લોકો જોઈ રહ્યા છે. બીજી વાત એ પણ છે કે તે પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે એટલે બધા એને વધારે દોશી માન્યો અને સમજી લીધું કે વળ એવા ટેટા બાપ એવા બેટા અને જો માં બાપ પોતાના બાળકોને કાબૂમાં રાખવાનું કે સમજવાનું ભૂલી જશે તો આવી ઘટનાઓ બનતી રહેશે. અમે દરેક માતા પિતા પર પ્રશ્ન નથી કરી રહ્યા પરંતુ એ માતા પિતાઓ જે પુત્ર પ્રેમમાં અંધ થઈ બેઠા છે. જેમના દિમાગમાં એવું હોય છે કે તેમના બાળકો કદી ખોટા હોઈ જ ન શકે તે માતા પિતાને છે. તમે જેવો વ્યવહાર કરશો તેવો જ વ્યવહાર તમારા સંતાનો કરશે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.