2:30 વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવા હર્ષ સંઘવીને કરાઈ રજૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 13:14:33

આવતી કાલથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. 2 વર્ષ બાદ ગરબે ઘૂમવા મળતા ખેલૈયાઓ ઉત્સાહીત છે. નવરાત્રીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપી છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે નવરાત્રીના અમુક દિવસો માટે સમય અવધીમાં વધારો કરવાની રજૂઆત કરી છે. અઢી વાગ્યા સુધી ગરબાની પરમિશન આપવામાં આવે તેવી રજૂઆત તેમણે ગૃહ પ્રધાનને કરી છે.  

Navratri 2021 guidelines in Maharashtra: Garba, dandiya banned, maximum 5  people allowed in pandals [Details] | Maharashtra News

હર્ષ સંઘવીને કરી રજૂઆત

કોરોના મહામારીને કારણે 2 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું ન હતું. ત્યારે આ વખતે કોરોના નિયંત્રણમાં આવતા મોટા પાયે આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે નવરાત્રીને ધ્યાનમાં રાખી 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપી છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય અઢી વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવે તેવી રજૂઆત હર્ષ સંઘવીને કરી છે. વડોદરાના મોટા ગરબા આયોજકો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે તેઓ ગૃહ પ્રધાનને રજૂઆત કરી હતી.  ધારાસભ્ય યોગેશ પટેલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી જે બાદ સંઘવીએ રજૂઆત સાંભળતા કહ્યું કે યોગ્ય ચકાસણી કરી આ અંગેની મંજૂરી આપવામાં આવશે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે