Rajkotમાં સંત કરશે મધ્યસ્થી। સમજો ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલા સાથેના સમાધાનની ફોર્મ્યુલા!


  • Published By :
  • Published Date : 2024-03-29 16:34:58

આજે સાંજે  5 વાગે  ગણેશગઢમાં જયરાજસિંહ જાડેજાની મધ્યસ્થીમાં ક્ષત્રિય સમાજની બેઠક થવાની છે. અમે તમને ક્ષત્રિય સમાજ vs પરષોત્તમ રૂપાલાના વિવાદનું સમાધાન કઈ રીતે આવશે એની સેટ ફોર્મ્યુલા ભાજપની રણનીતિ પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું પણ એમાં ઇન્વોલવ થવું બધુજ વિસ્તારથી સમજીએ...   

ઉમેદવાર બદલવાની ઉઠી માગ! 

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતમાં ઘમાસાણ ચાલી રહ્યો છે. વિવિધ જગ્યાઓ પર તેમના નિવેદન બાદ આંદોલનનો શરૂ થયા, તેમના વિરૂદ્ધ નારા લાગ્યા. ક્ષત્રિય સમાજ ખુબ રોષે ભરાયેલો છે. પરષોત્તમ રૂપાલાની સામે કેટલાય સમયથી એ લોકો આંદોલન કરી રહ્યાં છે. સંમેલન મળવાની વાત ચાલી રહી છે. સમાજની માંગણી એ છે કે રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે. જોકે પરષોત્તમ રૂપાલા વારંવાર માફી માંગી ચુક્યા છે અને હવે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ અને સી આર પાટીલ અને બધા ભેગા થયા છે મિટિંગ કરી છે અને સમાધાનની ફોર્મ્યુલા શોધાઈ રહી છે.


જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં થવાની છે બેઠક!

એ સમાધાનની ફોર્મ્યુલા વિશે વાત કરીએ તો.. અમારી પાસે જે માહિતી છે એ મુજબ સૂત્ર કહે છે એમ આખી ફોર્મ્યુલા એ રીતે તૈયાર થઇ છે કે ગોંડલના ગણેશગઢમાં સાંજે 5 વાગે જયરાજસિંહ જાડેજાના ફાર્મહોઉસમાં ક્ષત્રિય સમાજના આગેવાનો જેટલી સંસ્થા છે જે વિરોધ કરે છે એ બધા લોકો ત્યાં ભેગા થશે. જયરાજસિંહ આ વિષય પર સમાધાનનું પોતાના માથે લે એવું લાગતું નથી કારણકે  ક્ષત્રિય સમાજ એમના કહ્યા પર બધું સ્વીકારી લે એના અણસાર નથી કેમ કે જે તે સમયે રીબડા સાથે સંઘર્ષ ચાલતો હતો ત્યારે જયરાજસિંહ જાડેજા એ એવું કહ્યું હતું કે આ વાતમાં સમાજે વચ્ચે પડવાનું નથી આવતું. આ અમારો અંગત મામલો છે. તો હવે એ વખતે એમનો અંગત મામલો હતો તો અત્યારે સામાજિક મામલામાં જયરાજસિંહ પોતાના માથા પર લે એવું લાગતું નથી.


જાણો કેવી રીતે ભાજપ લાવશે વિવાદનો અંત?  

એટલે ફોર્મ્યુલા એ છે કે એના પછી જયરાજસિંહ જાડેજા અને બાકીના ક્ષત્રિય નેતાઓ પ્રસ્તાવ મુકશે સમાજના લોકો આગળ કે એક કામ કરીએ આપણે ભેગા થઈને રાજકોટમાં જે ગાયત્રી આશ્રમ છે. ત્યાં લાલબાપુ છે એમની શરણે જઈએ એ જે રીતે કહે એમ કરશું એટલે ત્યારે બાપુ કહેશે કે બધા ક્ષત્રિય સમાજના આગેવાનોને, રાજવી પરિવારને બોલાવો. બીજેપી સાથે સંકડાયેલા રાજવી પરિવાર સિવાય પણ બધાને બોલાવો. પછી બધા ભેગા થાય તો બાપુ એવું કહેશે કે ક્ષત્રિયોએ તો પોતાના દુશમનોને પણ માફ કરેલા છે. રૂપાલાએ વારંવાર માફી પણ માંગી છે. તો એમને માફ કરી દેવા જોઈએ અને જ્યારે સંત આવું કશુંક બોલે ત્યારે મોટાભાગે સમાજ એને સ્વીકારી લેતો હોય છે. તો આખરે આ રીતે માફી આપી દેશે સમાધાન થઈ જશે સમાધાનની આ ફોર્મુલા અત્યારે અમારી સામે છે. અને છેલ્લા કેટલાઈ સમયથી જે ચર્ચાનો વિષય બન્યો છે એ વિવાદનો અંત આવી શકે છે



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.