Banaskanthaમાં સર્જાયો ગંભીર અકસ્માત, દૂધ લેવા નીકળેલા દાદા અને પૌત્રને મળ્યું કમકમાટીભર્યું મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-16 16:26:29

રાજ્યમાં અકસ્માત સર્જાવાની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. બેદરકારીને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. અમદાવાદમાં મહિના પહેલા એક અકસ્માત થયો હતો જેમાં નશાની હાલતમાં નબીરાએ 10 નિર્દોષ લોકોને અટફેટે લઈ લીધા હતા. અમદાવાદના અકસ્માત બાદ છાશવારે અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી ભૂલ બીજા માટે સજારૂપ બને છે. બનાસકાંઠામાં એક અકસ્માત થયો છે જેમાં દાદા અને પૌત્રનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. 


સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્ટંટ કરતા લોકોના વીડિયો  

મોત ક્યારે, ક્યાં અને કેવી રીતે આવશે તે આપણે જાણી શક્તા નથી. કોઈ હાર્ટ એટેકને કારણે મોતને ભેટે છે તો કોઈ અકસ્માતમાં મૃત્યુ પામે છે. કોઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવે છે. અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અનેક પરિવારોએ અકસ્માતમાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે. અમદાવાદમાં તથ્યકાંડ બાદ અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં લોકો સ્ટંટ કરતા દેખાય છે. 

કારે દાદા અને બે પૌત્રને ઉછાળ્યા.

ઘટનાસ્થળ પર થયા દાદા અને પૌત્રનું મોત

ઝડપની મજા અનેક વખત બીજા માટે મોતની સજા બની સાબિત થતી હોય છે. ત્યારે દિલને કંપાવી દે તેવો અકસ્માત બનાસકાંઠામાં સર્જાયો છે. અમીરગઢના રામજિયાની પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો છે જેમાં દૂધ લેવા જતા દાદા અને બે પૌત્રો અકસ્માતનો ભોગ બન્યા છે. દાદા અને પૌત્રનું મોત ઘટના સ્થળ પર થઈ ગયો હતું. જ્યારે એક પૌત્રની હાલત ગંભીર છે તેવી માહિતી સામે આવી રહી છે.  

મૃતક દાદા અને પૌત્રની ફાઇલ તસવીર.

પરિવારના બે સભ્યોની ચીર વિદાયથી પરિવાર શોકમગ્ન 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. એક દીકરીનો જીવ જતા જતા બચ્યો હતો. જો થોડા સેકેન્ડ મોડો ન પડી હોત તો એ પણ અકસ્માતનો ભોગ બની શક્તી હતી.અકસ્માતની પોલીસને જાણ થતાં જ પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજસ્થાન તરફથી ફૂલ સ્પીડમાં આવી રહેલી ગાડીએ આ અકસ્માત સર્જ્યો છે. પાલનપુર નજીક આવેલા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. બે સભ્યોના એક સાથે મોત થવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે