Gandhinagarમાં ગમખ્વાર અકસ્માત, ઝાડ સાથે ગાડી અથડાતા થયા પાંચ લોકોના મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-17 11:59:41

રસ્તા પર વાહન ચલાવતી વખતે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. બીજાના ભૂલની સજા અનેક લોકોને ભોગવવી પડતી હોય છે. તહેવાર દરમિયાન અનેક કિસ્સાઓ અકસ્માતના બન્યા છે જેમાં લોકો મોતને ભેટ્યા છે. ખુશીના સમયે જો કોઈનું મોત થાય છે આનંદનો માહોલ શોકમાં પરિવર્તિત થાય છે. ત્યારે ગાંધીનગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર બધા મૃતકો પિતરાઈ ભાઈઓ હતા. આ અકસ્માત ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી પાસે બન્યો હતો. કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી ઝાડ સાથે અથડાઈ. આ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો ઉપરાંત પાંચ લોકોના મોત થઈ ગયા. 

 કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 ગાંધીનગર: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો થયાવત જોવા મળી રહ્યો છે. ફરી એક વખત ગમખ્વાર કાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ગઇકાલે રાત્રે ગાંધીનગરમાં કારને અકસ્માત નડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગઇકાલે રાત્રે ફિલ્મ જોઇને પરત ફરતી વખતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. રાંધેજા નજીક કાર વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

ગાંધીનગરમાં અકસ્માત જેમાં થયા પાંચ લોકોના મોત  

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે. અનેક વખત ઝડપની મજા મોતની સજામાં પરિવર્તિત થઈ જતી હોય છે. ઓવર સ્પીડિંગને કારણે અનેક અકસ્માત સર્જાય છે અને તે જીવલેણ સાબિત થાય છે અનેક લોકો માટે. રસ્તાઓને અનેક નબીરાઓ પોતાના બાપનો બગીચો સમજતા હોય છે અને એવી રીતે રસ્તા પર ડ્રાઈવિંગ કરતા હોય છે જે બીજાના પ્રાણ માટે ઘાતક સાબિત થાય છે. ત્યારે ગાંધીનગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. ઝાડ સાથે ગાડી અથડાઈ અને લોકો મોતને ભેટ્યા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. 

 પ્રથામિક માહિતી અનુસાર, કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમવતા અકસ્માત સર્જાયો હતો. જે બાદ કાર ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં છ લોકો સવાર હતા. જેમાંથી પાંચ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઝાડ સાથે ગાડી અથડાતા સર્જાઈ દુર્ઘટના  

જે અકસ્માતની વાત અહીં થઈ રહી છે તે ગાંધીનગરનાં પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી પાસે થઈ હતી. પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતાં હાઇવે રોડ પર અકસ્માત બન્યો છે. સ્વીફટ ગાડીના ચાલકે પોતાની કારના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો અને ગાડી નીચે ઉતરી ગઈ અને ઝાડ સાથે અથડાઈ ગઈ. વૃક્ષ સાથે ગાડી અથડાતા ગાડીની દુર્દશા થઈ ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ જણાના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. 

 મૃતકોના નામ: સલમાન ચૌહાણ, સાહિલ ચૌહાણ, અસ્ફાક ચૌહાણ, મોહંમદ બેલીમ, મોહંમદ અલ્ફાઝ. જ્યારે શાહનવાબ ચૌહાણ ઇજાગ્રસ્ત છે.

જે લોકોના મોત થયા તે પિતરાઈ ભાઈઓ હતા!

આ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે પિતરાઈ ભાઈઓ હતા. એક સાથે પાંચ લોકોના મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. શોકનું મોજુ ફરી વળ્યું છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે પિતરાઈ ભાઈઓ ફિલ્મ જોઈને પાછા આવી રહ્યા હતા અને તે વખતે અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળ પર પહોંચી પોલીસે તપાસ હાથ ધરી છે. 

 રોડની સાઈડમાં ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, 5 લોકોના મોત નિપજ્યા


આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.