Mahisagarમાં સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રાવેલર્સ અને બાઈક વચ્ચે ટક્કર થતા એક મહિલાઓ ગુમાવ્યો જીવ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-21 17:03:40

અકસ્માતોના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં અનેક આશાવાદી લોકોના મોત થયા છે. અનેક વખત અકસ્માતમાં બાળકોના મોત થયા છે જેમણે હજી દુનિયાને પણ નથી જોઈ. ત્યારે વધુ એક અકસ્માત મહીસાગરમાં થયો છે જેમાં એક યુવતીનું મોત ઘટનાસ્થળ પર થયું છે. આ અકસ્માત ગોધરા લુણાવાડા હાઇવે પર  બાઈક અને ટ્રાવેલ્સ  વચ્ચે સર્જાયો છે. આ ગોજારા અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે. એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. 


અકસ્માત સર્જી ડ્રાઈવર થયો ફરાર

હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. લોકો તહેવારમાં ઉત્સાહિત હોય છે, આનંદ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે છે પરંતુ અનેક પરિવારો માટે તહેવાર માતમમાં પરિવર્તિત થઈ જતો હોય છે. અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ અકસ્માતમાં ગુમાવ્યો છે. સામે વાળાના ભૂલની સજા બીજા લોકોએ ચૂકવવી પડતી હોય છે. ત્યારે વધુ એક ગંભીર અકસ્માત મહીસાગરમાં સર્જાયો છે. ગોધરા હાઇવે ઉપર ચોપડા ગામ પાસે બાઈક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત ઘટનાસ્થળ પર થયું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સારવાર માટે નજીકની હોસ્પિટલમાં યુવકને લઈ જવાયો છે. અકસ્માત બાદ ટ્રાવેલર્સનો ડ્રાઈવર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. 

અનેક પરિવારે ગુમાવ્યા છે પોતાના સ્વજન   

હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે. અકસ્માત સર્જી વાહનચાલકો ફરાર થઈ જતા હોય છે. કોઈ વખત વાહનચાલક  ગાડી પરથી કાબુ ગુમાવી દેતા હોય છે તો કોઈ નશાની હાલતમાં વાહન ચલાવતા હોય છે. આ ઘટનામાં પોલીસે કેસ દાખલ કર્યો છે. અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે અનેક નિર્દોષ લોકોએ અનેક પરિવારોએ પોતાના સ્વજનો અકસ્માતમાં ગુમાવ્યા છે. 

અંબાજી જતા ભક્તોને નડ્યો અકસ્માત!

બીજો એક અકસ્માત આજે સર્જાયો છે. અંબાજી દર્શનાર્થે ગયેલા ભક્તોને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. સુરતના રામપુરા ગામના 8 યાત્રિકોને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પંરતુ યાત્રિકોને સામાન્ય ઈજા પહોંચી છે. ખાનપુરના બાબલિયા પાસે ગાડી પલ્ટી હતી અને અકસ્માતનો શિકાર લોકો બન્યા છે. 

 




વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.