Rajasthanમાં તથ્યવાળી! બસ બગડતા રસ્તા પર ઉભેલા લોકોને ટ્રકે મારી ટક્કર, ઘટનામાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-13 09:15:07

દેશભરમાં અકસ્માતોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. ત્યારે રાજસ્થાનમાં એક ભીષણ રોડ અકસ્માત થયો છે જેમાં 11 લોકોના મોત થયા છે જ્યારે અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર  બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ છે. 


ઘટનામાં થયા 11 લોકોના મોત 

જે બસને અકસ્માત નડ્યો છે તે ભાવનગરથી મથુરા જઈ રહેલી હતી. રસ્તાની સાઈડ પર બસ ઉભી હતી. બસ બગડવાને કારણે બસ સાઈડમાં ઉભી રહી હતી. બસ રિપેર થઈ રહી હતી જેને કારણે પેસેન્જરો સાઈડમાં ઉભા હતા. ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે લોકોને અડફેટે લઈ લીધા હતા. આ ઘટનામાં 11 જેટલા લોકોના મોત થયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે.   


ગુજરાતના ભાવનગરથી મથુરા જઈ રહ્યા હતા યાત્રિકો 

રાજસ્થાનના ભરતપુરમાં આ ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માત આગ્રા જયપુર નેશનલ હાઈવે-21 પર સર્જાયો છે. હંતારા પાસે આ અકસ્માત સવારે 5.30 વાગ્યે સર્જાયો છે. ઘટનામાં 6 મહિલાઓ અને પાંચ પુરૂષોના મોત થયા છે. 



રસ્તાના સાઈડ પર ઉભેલા લોકોને ટ્રકે મારી ટક્કર 

આ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે તમામ ગુજરાતીઓ છે અને ભાવનગરના રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુજરાતના ભાવનગરથી મુસાફરો મથુરા જઈ રહ્યા હતા. બસ બગડી ગઈ હતી જેને કારણે બસનું રિપેરિંગ ચાલી રહ્યું હતું. લોકો સાઈડમાં ઉભા હતા. આ દરમિયાન ટ્રકે લોકોને ટક્કર મારી અને રસ્તાની સાઈડમાં ઉભેલા લોકોને કચડતી જતી રહી. 


આ મામલે પોલીસે તપાસ શરૂ કરી 

અકસ્માત એટલો ગંભીર હતો કે રસ્તા પર લાશોના ઢગલા પડ્યા હતા. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે કયા વાહને ટક્કર મારી તે જાણી શકાયું નથી. ઘટના સ્થળ પર આવી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.