આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 8 જેટલા લોકો ઘાયલ થયા છે.. ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. માહિતી અનુસાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા જ્યારે ત્રણ લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે. મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટ્યું જેને કારણે ટ્રકે બસને ટક્કર મારી જેને કારણે બસ ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી..
ઘટના સ્થળ પર થયા 3 લોકોના મોત..
અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.. પ્રતિદિન અકસ્માતમાં અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે.. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે જેમાં અનેક લોકોના મોત થતા હોય છે.. થોડા સમય પહેલા ઉન્નાવમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 18 જેટલા લોકોના મોત થઈ ગયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.. ત્યારે એક ગંભીર અકસ્માત આણંદ નજીક સર્જાયો છે. ખાનગી બસ અને ટ્રકની ટક્કર થતા 6 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની સંભાવના..
અકસ્માત અંગે મળેલી માહિતી અનુસાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા જ્યારે ત્રણ લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે. માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટ્યું જેને કારણે ટ્રકે બસને ટક્કર મારી જેને કારણે બસ ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી.. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે.






.jpg)








