Rahul Gandhiનાં એક નિવેદને રાજનીતિ ગરમાવી! PM Modi બાદ મંત્રી Parshottam Rupalaએ જવાબ આપ્યો! જાણો શું છે સમગ્ર મુદ્દો?


  • Published By :
  • Published Date : 2024-03-20 15:26:22

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા અલગ અલગ પ્રચાર શરૂ કરવામાં આવી ગયો હોય તેવું લાગે છે. રાજનેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે રાહુલ ગાંધીએ શક્તિને લઈ આપેલા નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. આ શબ્દને લઈ ઘમાસાણ શરૂ થઈ ગયો છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ પીએમ મોદીએ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને હવે પૂર્વ સાંસદ પરષોત્તમ રૂપાલાએ આ મામલામાં ઝંપલાવ્યું છે.   

રાહુલ ગાંધીએ શક્તિને લઈ આપ્યું હતું નિવેદન!

રવિવારે મુંબઈ ખાતે ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન યોજાયું હતું અને તે વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં શક્તિ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. આ શબ્દનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, હિન્દૂ ધર્મમાં એક શબ્દ છે શક્તિ , અમે પણ શક્તિથી લડી રહ્યા છે. સવાલ એ છે કે આ શક્તિ શું છે ? આ પછી રાહુલ ગાંધી બોલ્યા કે રાજાની આત્મા EVMમાં છે , ના ખાલી ઈવીએમમાં પણ દેશની દરેક  સંસ્થામાં રાજાની આત્મા છે,  જેમ કે ED,CBI અને INCOME TAX ડીપાર્ટમેન્ટ. આ સ્ટેટમેન્ટ બાદ પીએમ મોદીએ પણ પ્રહાર કર્યો છે.    


પીએમ મોદી બાદ પરષોત્તમ રૂપાલાએ આપી પ્રતિક્રિયા 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ પછી વડાપ્રધાન મોદીએ તરતજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર તેલંગાણા રાજ્યના જગતિઅલ શહેરમાં જાહેરસભા દરમ્યાન શક્તિ શબ્દ બાબતે શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કીધું હતું કે , મારા માટે આ દેશની દરેક માતા , બહેન , દીકરી એ શક્તિનું સ્વરૂપ છે. આ મામલો શાંત જલ્દી થાય તેવું નથી લાગી રહ્યું કારણ કે હવે આ મામલે પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીના નિવેદનને જાહેરમાં વખોડી કાઢી. નામ લીધા વગર તેમણે વિરોધ કર્યો છે. 


નિવેદન આપતા કહ્યું કે....  

રાજકોટના એક કાર્યક્રમ દરમિયાન  રૂપાલાએ નિવેદન આપતા કહ્યું કે, આપણે અહીં જગદંબાઓ છે, નવ દિવસ ઉપાસનાનું પર્વ ચાલે, હમણા એને શક્તિ સામે વાંધો પડ્યો છે.બાળ ભગવાન કે મહિલા ભગવાન ક્યાંય નથી. મહત્વનું છે કે આ તો રાજનીતિ છે શબ્દોના, નિવદેનોના અનેક તર્ક વિતર્ક કાઢવામાં આવતા હોય છે. હજી તો બસ આ શરૂઆત છે આગળ આગળ ચૂંટણી પ્રચારમાં આવા અનેક નિવેદનો, ભાષણો આપવામાં આવશે અને તેને લઈ રાજનીતિ પણ ગરમાશે... 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.