Karnatakaથી સામે આવ્યો અજીબ કિસ્સો, ભેંસની ચોરી કરનાર વ્યક્તિની 58 વર્ષ બાદ કરાઈ ધરપકડ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-09-13 14:05:37

સામાન્ય રીતે જ્યારે આપણે ત્યાં કોઈ ચોરી થાય તો આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હોઈએ છીએ. અમારી આ વસ્તુ ચોરાઈ ગઈ છે તેવી ફરિયાદ પોલીસને કરતા હોઈએ છીએ. ત્યારે જે ઘટના કર્ણાટકથી સામે આવી છે તે અજીબ છે. કર્ણાટક પોલીસે એક ચોરને પકડ્યો છે જેણે ભેંસની ચોરી 1965માં કરી હતી અને સજા 2023માં મળી રહી છે. કર્ણાટક પોલીસે 58 વર્ષ બાદ આરોપીને એટલે કે ચોરને પકડી પાડ્યો છે. ભેંસ ચોરીનો આરોપ બે વ્યક્તિ પર લાગ્યો હતો પરંતુ બેમાંથી એકનું મોત થઈ ગયું છે જેને કારણે એક વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 


ધરપકડ બાદ મળ્યા હતા જામીન પરંતુ આરોપી થઈ ગયા હતા ફરાર 

કર્ણાટકથી એક હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. 58 વર્ષ પહેલા ગાયની ચોરી બે લોકોએ કરી હતી. 25 એપ્રિલ 1965ના રોજ મુરલીધરરાવ કુલકર્ણી નામના વ્યક્તિએ પોલીસ મથકમાં બે ભેંસ અને એક બછડાના ચોરી થયા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 1965માં પોલીસે મહારાષ્ટ્રના ઉદયગીર નિવાસી કિશન ચંદર અને ગણપતિ વિઠ્ઠલ વાગોરની ધરપકડ પણ કરી હતી. જે બાદ જામીન પણ આપવામાં આવ્યા હતા. પરંતુ જામીન મળ્યા બાદ આરોપી ગાયબ થઈ ગયા. અને જ્યારે મુદત પડતી હતી ત્યારે તેઓ હાજર રહેતા ન હતા. 



58 વર્ષ બાદ પોલીસે કરી ધરપકડ 

આરોપી હાજર થાય તે માટે સમન્સ અને વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલાને લઈ એલપીઆર  પણ દાખલ કરી હતી. વિશેષ ટીમની પણ રચના કરવામાં આવી હતી. વિશેષ ટીમે તપાસ કરી હતી, આરોપીને પકડી લેવામાં સફળતા મળી છે. જે વખતે ભેંસની ચોરી કરી હતી તે સમયે આરોપીની ઉંમર 20 વર્ષની હતી અને હવે 58 વર્ષ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.  મહત્વનું છે કે પોલીસની કામગીરીને લઈ અનેક વખત પ્રશ્ન ઉઠતા હોય છે. ત્યારે આ ઘટનામાં પોલીસની કામગીરીને બિરદાવવી જોઈએ.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.