Uttar Pradeshથી સામે આવ્યો અજબ કિસ્સો, છૂટાછેડાના વર્ષો પછી પતિને હાર્ટ એટેક આવ્યો, પત્ની પાછી આવી અને.....


  • Published By :
  • Published Date : 2023-11-30 12:37:52

છુટાછેડા તેમજ હાર્ટ એટેકના કિસ્સાઓ આપણે અનેક વખત સાંભળ્યા હશે. હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. આજે પણ હાર્ટ એટેકને લઈ વાત કરવી છે. આ હાર્ટ એટેક એક પતિ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે! આ વાક્ય વાંચીને નવાઈ લાગી હશે પરંતુ આવો કિસ્સો ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી સામે આવ્યો છે જેમાં પહેલા પતિ-પત્નીના છુટાછેડા થયા, પતિને હાર્ટ એટેક આવ્યો હતો, સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ઓપન હાર્ટ સર્જરી થઈ. ઓપન હાર્ટ સર્જરી વખતે પત્ની ધ્યાન રાખવા પાછી આવી પરંતુ તે પાછી ગઈ નહી. થોડા વર્ષો બાદ બંને જણાએ લગ્ન કરી લીધા. 



પતિની ઓપન હાર્ટ સર્જરી બાદ પત્ની પાછી આવી અને... 

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી લગ્ન, છૂટાછેડા અને પુનર્લગ્નની હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કપલે છૂટાછેડા પછી ફરીથી લગ્ન કર્યા છે. 2018માં તેમના છૂટાછેડા થયા, પરંતુ જ્યારે પતિની ઓપન હાર્ટ સર્જરી થઈ ત્યારે પત્ની તેની સંભાળ લેવા પાછી આવી. સંભાળ લેવા માટે આવેલી પત્ની પાછી જઈ શકી ન હતી. આ કપલની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગાઝિયાબાદના રહેવાસી વિનય જયસ્વાલે પોતાની અને પૂજા ચૌધરીની સ્ટોરી ફેસબુક ટાઈમલાઈન પર શેર કરી. ટાઈમલાઈન પ્રમાણે બંનેના પ્રથમ લગ્ન વર્ષ 2012માં થયા. લગ્નના એક વર્ષમાં બંને વચ્ચે મતભેદો થવા લાગ્યા. ઝઘડા થવા લાગ્યા અને ધીરે ધીરે મનભેદ પતિ પત્ની વચ્ચે થવા લાગ્યા. ઝઘડો એટલી હદે વધી ગયો કે તલાક સુધી વાત પહોંચી ગઈ. 5 વર્ષ સુધી કેસ ચાલ્યો અને 2018માં બંનેના છુટાછેડા થઈ ગયા. 



છુટાછેડાના આટલા વર્ષો બાદ કપલે કર્યા લગ્ન! 

છુટાછેડાના પાંચ વર્ષ બાદ એટલે કે વર્ષ 2023માં આ કહાણીમાં નવો વળાંક આવ્યો. હાર્ટ એટેકને કારણે બંને જોડે આયા. વિનય જયસ્વાલને હાર્ટ એટેક આવ્યો અને તેમની ઓપન હાર્ટ સર્જરી કરવી પડી. જ્યારે પૂજાને વિનયની બીમારી અંગે ખબર પડી ત્યારે તે પોતાની જાતને રોકી ન શકી અને પોતાના પૂર્વ પતિને મળવા ગાઝિયાબાદ પહોંચી ગઈ. આ પછી, તેમની વચ્ચે થયેલા મતભેદ ધીમે ધીમે ઘટવા લાગ્યા, નિકટતા વધી અને એકબીજા માટેનો પ્રેમ ફરી જાગ્યો. બંનેએ ફરી એકવાર સાથે રહેવાનું નક્કી કર્યું. વિનય અને પૂજાએ 23 નવેમ્બરે ફરી લગ્ન કર્યા. ફરી વખત લગ્ન કર્યા બાદ વિનયે પોતાના ફેસબુક પર આની સ્ટોરી મુકી જેમાં પોતાની પ્રેમ કહાની વર્ણવી.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.