રાજકોટમાં બની એવી વિચિત્ર ઘટના જે તમે ક્યારેય નહીં સાંભળી હોય! પાયલોટની આ જીદને કારણે સાંસદો સહિત મુસાફરો અટવાયા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-24 16:45:37

ઓફિસ અવર્સ પૂર્ણ થયા બાદ જો ઓફિસવાળા આપણને કામ આપે તો અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે મારો ટાઈમ પૂર્ણ થઈ ગયો છે. હું કામ નહીં કરું. આ વાક્યનો ઉપયોગ કરવો જોબ કરતા લોકો માટે સામાન્ય બની ગયો છે. પરંતુ જો કોઈ પાયલોટ કહે કે મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે અને હું વિમાન નહીં ઉડાડું, તો આપણને કેવું થાય? આપણા મનમાં વિચાર આવે આવું કોઈ પાયલટ કેવી રીતે કહી શકે? તમને એવું પણ લાગતું હશે કે હવામાં વાતો કરાઈ રહી છે, વગેરે વગેરે... પરંતુ ના વાત સાચી છે. આ વાક્ય રાજકોટથી દિલ્હી જતી ફ્લાઈટના પાયલોટે કહ્યું છે. સાંભળીને આશ્ચર્ય થયુંને પરંતુ વાત સાચી છે. પોતાના ડ્યુટી કલાક પૂરા થઈ ગયો હોવાથી પાયલોટે ફ્લાઈટને દિલ્હી લઈ જવાનો ઈન્કાર કર્યો હતો.   



ફ્લાઈટમાં ત્રણ સાંસદો કરી રહ્યા હતા મુસાફરી  

એરપોર્ટ પર બનતી ઘટનાઓ ચર્ચાનો વિષય બનતી હોય છે. કોઈ વખત પેસેન્જર પોતાના પડોશી પેસેન્જર પર પેસાબ કરી લે છે, તો કોઈ વખત ટોઈલેટમાં મુસાફર સિગરેટ પીતો ઝડપાય છે. પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે તે અજીબોગરીબ કિસ્સો છે. આપણામાંથી અનેક એવા લોકો હશે જે નોકરી કરતા હશે. આપણી શિફ્ટ પૂરી થઈ જાય એટલે આપણે ઓફિસ છોડી ઘરે જતા રહીએ છીએ. આપણે સામાન્ય માણસો કહેવાઈએ. નોકરીના કલાકો પૂર્ણ થતા, જો આપણે ઘરે જતા રહીએ તો કોઈ ફરક ન પડે, પરંતુ જો આપણા પર ભરોસો રાખી અનેક લોકો બેઠા હોય ત્યારે? અને તે અનેક લોકોમાં ત્રણ જેટલા સાંસદો બેઠા હોય ત્યારે?       


શિફ્ટ પૂરી થઈ જતા પ્લેન ઉડાવવાનો પાયલોટે કર્યો ઈન્કાર

આ અજીબોગરબ ઘટના વાંચીને તમને હસવું આવ્યું હશે. આ ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો રાજકોટથી રવિવાર રાત્રે 8 વાગ્યે એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી જવા માટે ઉડાન ભરવાની હતી. આ ફ્લાઈટમાં સાંસદ મોહન કુંડારિયા,પૂનમ માડમ, કેસરીદેવસિંહ સહિત 100થી વધુ મુસાફરો ટ્રાવેલ કરી રહ્યા હતા. પ્લેનમાં મુસાફરી કરનાર મુસાફરોને લાગતું હતું કે થોડા કલાકોની અંદર તેઓ પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી જશે. પરંતુ ના પોતાના ડેસ્ટિનેશન પર પહોંચવા માટે અનેક કલાકો સુધી મુસાફરોને રાહ જોવી પડી. કારણ કે ફ્લાઈટના મુખ્ય પાયલોટે ફ્લાઈટને ઉડાવવાની ના પાડી દીધી. તેમની શિફ્ટ પૂરી થઈ ગઈ હતી એટલે તેમણે પ્લેન લઈ જવાનો ઈન્કાર કર્યો. અનેક કલાકો સુધી પાયલોટને મનાવવાની કોશિશ કરી, પરંતુ પાયલોટ ટસનો મસ ન થયો. પાયલોટ ન માનતા અંતે ફ્લાઈટને રદ્દ કરવામાં આવી હતી અને જે ફ્લાઈટ રવિવારે ટેકઓફ થવાની હતી તે ફ્લાઈટ સોમવાર સવારે ટેકઓફ થઈ. 


રવિવારે ઉડવાની જગ્યાએ પાયલોટની જીદને કારણે ફ્લાઈટ સોમવારે ઉડી

રવિવારે પોતાના નિયત સમયે રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થઇ, પેસેન્જરો નીચે પણ ઉતરી ગયા અને રાજકોટથી દિલ્હી જતા પેસેન્જરો ફ્લાઈટમાં ગોઠવાઈ ગયા. પરંતુ દિલ્હી ફ્લાઈટ પહોંચે તે પહેલા જ મુખ્ય પાયલોટના ડ્યુટી અવર્સ પૂર્ણ થઈ ગયા અને પાયલોટે પ્લેનને ટેકઓફ કરવાનો ઈન્કાર કરી દીધો. અચાનક ફ્લાઈટ રદ્દ થતા પેસેન્જરોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જ્યાં સુધી ફ્લાઈટ માટે નવા પાયલોટની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પેસેન્જરો અટવાઈ ગયા હતા. પેસેન્જરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે