સુરતમાં ધો.9માં ભણતી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, માતા-પિતાએ આગળ અભ્યાસ કરવાનું કહેતા ટૂંકાવ્યું જીવન!


  • Published By :
  • Published Date : 2023-03-06 14:00:30

નાની નાની વાતો પર શાળામાં ભણતા બાળકો આપઘાત કરી રહ્યા છે. આપઘાત કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતમાં વધુ એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીની દસમાં ધોરણમાં અભ્યાસ કરવા માગતી ન હતી. પરંતુ વિદ્યાર્થીનીના માતા પિતાનું કહેવું હતું કે ધોરણ દસ સુધી અભ્યાસ કરી લે. આગળ ભણવા માટે માતા પિતા દબાણ કરી રહ્યા હતા. માતા-પિતાની વાતનું ખોટું લાગતા આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


વધુ એક વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન   

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. નાની ઉંમરના લોકો આત્મહત્યા વધુ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે. થોડા સમય પહેલા સુરતના નાના વરાછામાં ભણતી વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું જ્યારે આવી ઘટના ફરી એક વખત સુરતમાં બની છે. નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીનીને આગળ અભ્યાસ ન કરવો હતો પરંતુ તેના માતા-પિતા દસમું ધોરણ પૂરૂ કરવા દબાણ કરતા હતા. માતા-પિતાની વાતનું ખોટું લાગતા વિદ્યાર્થીનીએ આ પ્રકારનું પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે.       


વધતા આત્મહત્યાના કિસ્સાઓ ચિંતાનો વિષય

દિલ પર નાની વાતોને લઈ નાની ઉંમરે બાળકો આપઘાત કરી રહ્યા છે. બાળકો તો આપઘાત કરી લે છે પરંતુ તેમના ગયા પછી પરિવારનું શું થશે તે વિચારતા નથી. બાળકના મોતના સમાચાર સાંભળી માતા-પિતા પર શું આસમાન તૂટી પડતું હોય છે તે બાળકો જાણતા નથી. અવાર-નવાર થતા આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ગંભીર વિષય છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે