Vadodara દુર્ઘટનાને લઈ Gujarat HighCourtમાં સુઓમોટો દાખલ કરાઈ, જાણો આ મામલે પોલીસ તપાસ દરમિયાન શું આવી નવી અપડેટ?


  • Published By :
  • Published Date : 2024-01-22 10:20:10

વડોદરા હરણી તળાવમાં થોડા દિવસ પેહલા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 12 જેટલા નિર્દોષ બાળકોના મોત થઈ ગયા હતા. ઓવરલોડેડ બોટ પલટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ઉપરાંત બાળકોને સુરક્ષા માટે લાઈફ જેકેટ પણ આપવામાં ન આવ્યા હતા. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પિકનીક માટે ગયેલા બાળકોના મૃતદેહ ઘરે આવ્યા હતા. આ મામલામાં એવી માહિતી સામે આવી છે કે હાઈકોર્ટે સુઓમોટો પિટિશનને સ્વીકારી લીધી છે. આ ઘટનાની નોંધ કોર્ટ દ્વારા લેવામાં આવી છે. એક્શન ટેક્ન રિપોર્ટ 29 જાન્યુઆરી સુધીમાં રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

હરણી લેકમાં સર્જાઈ હતી દુર્ઘટના 

થોડા સમય પહેલા મોરબીમાં એક કરૂણાંતિકા સર્જાઈ હતી જેમાં 150 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ હતો. સરકાર પણ આ દુર્ઘટના બાદ એક્ટિવ થઈ ગઈ હતી અને અનેક જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આવા કિસ્સાઓ સર્જાય તે બાદ થોડા દિવસ સુધી કડક કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ પછી જેમ જેમ સમય વિતી જાય છે તે બાદ આવી કડક કાર્યવાહી કરવામાં નથી આવતી. થોડા દિવસો પહેલા વડોદરાના હરણી લેકમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બાળકોના જીવ ગયા છે. 

ગુજરાત હાઈકોર્ટનો રૂપાણી સરકારને આદેશ, ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરો |  Gujarat News in Gujarati

ગુજરાત હાઈકોર્ટે આ ઘટનાની લીધી નોંધ! 

12 જેટલા બાળકો અને 2 શિક્ષકો દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે આ કેસ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે અને કોર્ટે સુઓમોટો પિટિશન સ્વીકારી છે. આ ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે એવી માહિતી પણ સામે આવી છે કે હરણી તળાવ બોટ ટ્રેજેડી મામલે ચોંકાવનારા ઘટસ્ફોટ થવા લાગ્યાં છે. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટી માહિતી જાહેર કરી છે. 



આ મામલે શું કહ્યું વડોદરા પોલીસ કમિશનરે?   

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જેમાં તેમણે કહ્યું કે આ કેસમાં 18 આરોપીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે, જેમાંથી એક આરોપીનું મોત થયું છે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બોટ ઓપરેટરને ફક્ત તરતા જ આવડતું હતું. તેની પાસે હોડી ચલાવવાની ક્ષમતા નહોતી. તેને ત્યાં નિલેશ જૈને મૂક્યો હતો. કમિશનરે જણાવ્યું હતું કે, બોટ પરના સહાયકને તરતા પણ આવડતું નથી. આ બધી બાબતો બેદરકારી દર્શાવે છે. આથી આરોપીઓ માટે એલઓસી જાહેર કરાઈ છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે