બગોદરા-લીમડી હાઇવે પર સર્જાયો ભયંકર અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા થયા આટલા લોકોના મોત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-03 13:53:38

અકસ્માત જાણે સામાન્ય શબ્દ થઈ ગયો છે તેવું લાગે છે. પ્રતિદિન અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યા છે અને અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ઘરની બહાર નિકળેલો માણસ ઘરે પરત ફરશે કે નહીં તેની પણ ખબર રહેતી નથી. અકસ્માતમાં અનેક પરિવારો વિખેરાયા છે. ત્યારે એક ભયંકર અકસ્માત બગોદરા લીમડી હાઈવે પર સર્જોયો છે જેમાં બે લોકોના મોત થયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. મીઠાપુર પાટીયા પાસે ખાનગી લકઝરી અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો.

Accident News: 2 dead, 22 injured in luxury bus-truck accident on Bagodara-Limdi highway Accident: બગોદરા-લીમડી હાઇવે પર લકઝરી બસ – ટ્રક વચ્ચે અકસ્માત, 2 લોકોનાં મોત, 22 ઘાયલ

અકસ્માતમાં અનેક લોકોએ ગુમાવ્યા છે જીવ! 

રાજ્યમાં અકસ્માત સર્જાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. દરરોજ અકસ્માત સર્જાય છે અને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. કોઈ વખત ટક્કર થવાને કારણે તો કોઈ વખત રખડતા શ્વાનને કારણે અકસ્માત સર્જાતા હોય છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત રોંગસાઈડને કારણે કોઈને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે ત્યારે આજે વધુ એક અકસ્માત લિંબડી હાઈવે પર સર્જાયો છે જેમાં બે લોકોના મોત થઈ ગયા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 



ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા બે લોકોના નિપજ્યાં મોત! 

મળતી માહિતી અનુસાર ટ્રક તેમજ ખાનગી બસ વચ્ચે ટક્કર થઈ. બસમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી છે જ્યારે બે લોકોના મોત થઈ ગયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે કોઈ વખત બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડતી હોય છે.      



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.