UttarPradeshમાં સર્જાયો ભીષણ રોડ અકસ્માત, ટ્રક અને ગાડીની ટક્કર થઈ અને થયા આટલા લોકોના મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-14 13:58:43

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં પણ એક ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. નેશનલ હાઈવે નંબર 58 પર આ અકસ્માત સર્જાયો છે જેમાં કાર અને ટ્રકની ટક્કર થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી થઈ રહી છે.

मुजफ्फरनगर में भीषण सड़क हादसा, कार ट्रक के नीचे घुसी, दिल्ली के 6 लोगों की मौत

ઘટનાસ્થળ પર થયા 6 લોકોના મોત 

ઉત્તરપ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. મુઝફ્ફરનગરમાં નેશનલ હાઈવે 58 પર એક રોડ અકસ્માત થયો છે જેમાં ફૂલ સ્પીડમાં આવેલી ગાડી ટ્રક સાથે અથડાઈ. 6 લોકોના મોત ઘટનાસ્થળ પર જ થયા છે તેવી માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર દિલ્હી દેહરાદૂન હાઈવે પર છાપર પાસે આ અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં 6 મિત્રોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી છે. 


અકસ્માત સર્જાતા ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી ગાડી!

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર મંગળવાર વહેલી સવારે લગભગગ ચાર વાગે કાર ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રક આગળ જઈ રહી હતી અને પાછળથી ગાડી આવી અને ટ્રક સાથે અથડાઈ અને આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.એવી પણ માહિતી સામે આવી છે કે ગાડી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. આ અકસ્માત ઓવરસ્પીડિંગને કારણે સર્જાયો હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો દિલ્હીના રહેવાસી હતા અને એક બીજાના મિત્રો હતા. મહત્વનું છે કે તહેવારનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો છે.       



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.