જામનગરમાં એક વેપારીએ ટામેટાના વધતા ભાવનો કર્યો અનોખો વિરોધ, સાંભળો પીએમ મોદીને રડતા રડતા શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-11 18:47:02

ચોમાસાના આગમન સાથે જ લીલા શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ટામેટા, મરચા, આદુ સહિતના ભાવો સાતમે આસમાને પહોંચી ગયા છે. અનેક રાજ્યોમાં ટામેટાના ભાવ 150 રૂપિયાને પાર મળી રહ્યા છે. એક સમયે ટામેટાના ભાવ જે 20-30 રુપિયા કિલોએ બોલાતો હતો તેનો ભાવ આજે 120-130 રુપિયે કિલો બોલાઈ રહ્યો છે. ભાવ વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારાનો વિરોધ પણ અલગ અલગ રીતે લોકો કરી રહ્યા છે. ત્યારે જામનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વેપારી રડતા રડતા પીએમ મોદીને પોકારી રહ્યા છે. વિરોધ કરી રહેલા વેપારીએ ટામેટાનો તાજ પહેર્યો છે અને ટામેટાને વિદાય આપી છે.

 

વેપારીએ ટામેટોનો હાર પહેરી કર્યો વિરોધ 

થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બર્થ-ડેના સેલિબ્રેશનમાં કેક નહીં પરંતુ ટામેટા કાપવામાં આવ્યા હતા. ટામેટાના ભાવ વધારાનો વિરોધ લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે. ભાવ વધારો થતાં જ ટામેટાની ચોરી થવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં એક વેપારીએ પોતાના જીવનમાંથી ટામેટાને વિદાય આપી હતી. સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વેપારીએ રડતા રડતા પીએમ મોદીને યાદ કર્યા અને પોક મૂકી રડી રહ્યા છે. 


પાણી સાથે રોટલી ખાઈ નોંધાવ્યો વિરોધ 

વિરોધ કરવા માટે વેપારીએ ટામેટાનો હાર બનાવ્યો અને ગળામાં પહેર્યો છે. તે ઉપરાંત પાણી સાતે રોટલી ખાતી વખતે પીઓમ મોદીને ફોન કરતા હોય તેવી રીતે તેઓ કહી રહ્યા છે કે કેવી રીતે તેમની થાળીમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે અને તે માટે તે પાણી સાથે રોટલી ખાઈ રહ્યા છે. અને બનેરો પણ તેમણે વિરોધ કરતી વખતે સાથે રાખ્યા હતા જેમાં લખાયેલું છે કે લાલ લાલ ટામેટા લોકોના ગાલને લાલ કરે છે, હવે મને વિદાય આપો. હું હવે ગરીબોને થાળીમાં સાથ આપી શકતો નથી. ઓ મોદી મામા, મારા શાકભાજીમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે