ભાઈ!!! પીળું એટલે સોનું નહીં... સાચવજો બાકી ગયા સમજો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 13:17:13

સુરતમાં ખોટા સોનાના સિક્કાને મુઘલ કાળના સિક્કા કહી વેપારી સાથે છેતરપિંડી કરનાર ગેંગની રાંદેર પોલીસે ધરપકડ કરી. પોલીસે એક મહિલા સહિત ત્રણ ઠગોની ધરપકડ કરી. 


શું હતો સમગ્ર મામલો? 

આ ગેંગ ખોટા સોનાના સિક્કાને મુઘલ કાળના સિક્કા કહી વેપારીને ઠગ્યો હતો. ઠગ ગેંગે એક દુકાનદારને સાચો સિક્કો આપી વિશ્વાસમાં લઈ 30 લાખના 426 નંગ ખોટા સિક્કા 9 લાખમાં પધરાવી દીધા હતા. દુકાનદારોને ઉલ્લુ બની જવાની ભાન થતાં પોલીસનો સંપર્ક કર્યો હતો. રાંદેર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી એક મહિલા સહિત ત્રણ ઠગની ધરપકડ કરી લીધી હતી. ઠગ ગેંગે અગાઉ વેપારીને સાચો સોનાનો સિક્કો ઓછા પૈસે આપી લલચાવ્યો હતો. વેપારી લલચાયા બાદ મોટી રકમની માગણી કરી વેપારીને ખોટા સિક્કા ધરબાવી દીધા હતા. ઠગ ગેંગે વેપારીને જણાવ્યું હતું કે આ સિક્કા મુઘલ સમયના સિક્કા છે અને બહું કિંમતી છે. વેપારી લલચાઈ જતા ઠગ ગેંગે વેપારી પાસેથી 9 લાખ પડાવી લીધા હતા. 


अपि मेरुसमं प्राज्ञमपि शुरमपि स्थिरम्। तृणीकरोति तृष्णैका निमेषेण नरोत्तमम्।। અર્થાત જો કોઈ વ્યક્તિ મેરુ પર્વત જેવો સ્થિર, ચતુર, બહાદુર મનનો ભલે હોય, પણ લોભ તેને ક્ષણભરમાં ઘાસની જેમ નષ્ટ કરી શકે છે. લોભ લાલચના કારણે ક્યારેક નાની બાબતમાં પણ આપણે છેતરાઈ જતા હોઈએ છીએ. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .