અમદાવાદના મણિનગરમાં સર્જાઈ દુર્ઘટના, બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થતાં ફસાયા લોકો, ફાયર વિભાગે કર્યું લોકોનું રેસ્ક્યુ


  • Published By :
  • Published Date : 2023-06-29 11:09:45

અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદને કારણે અનેક બિલ્ડીંગો તેમજ દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જર્જરિત ઈમારતો વરસાદ આવવાને કારણે તૂટી પડતી હોય છે. ત્યારે અમદાવાદના મણિનરમાં દુર્ઘટના સર્જાઈ છે જેમાં બે મકાનોની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો છે. ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ વહેલા સવારે પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને ઘરમાં હાજર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 

A balcony of a building collapsed in Maninagar , Ahmedabad અમદાવાદના મણિનગરમાં ઇમારતની બાલ્કની ધરાશાયી, 30 લોકોનું રેસ્ક્યુ કરાયુ


ગેલેરીનો ભાગ તૂટી પડતાં ઘરની અંદર ફસાયા લોકો

વરસાદની શરૂઆત થતાં જ અનેક જગ્યાઓ પરથી વીજ પોલ તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. તો કોઈ જગ્યાએથી બિલ્ડિંગનો સ્લેબ તૂટી જવાની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદના મણિનગરમાં પણ દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તમનગર પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના સ્લમ ક્વાર્ટર્સની બ્લોકની ગેલેરીનો ભાગ પહેલા થોડો પડ્યો જેની પર લોકોએ ધ્યાન  આપ્યું ન હતું,  તે બાદ આખી ગેલેરીનો પોર્શન તૂટી પડ્યો હતો. જેને લઈ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બીજા અને ત્રીજા માળે રહેતા લોકોને ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા. પાછળના ભાગેથી બારીમાંથી લોકોનું રેસ્ક્યુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં હજી સુધી જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. આ ઘટના વહેલી સવારે બની હતી.   

    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે