અમદાવાદની આ હોસ્પિટલમાં સર્જાઈ દુર્ઘટના! ઘટનામાં POPની 5 જેટલી શીટ થઈ ધરાશાયી, સદનસીબે ટળી જાનહાનિ


  • Published By :
  • Published Date : 2023-06-12 14:47:35

જ્યારે કોઈ માણસને ઈજા પહોંચે છે અથવા બિમાર પડે છે ત્યારે સારવાર માટે તે હોસ્પિટલમાં જતો હોય છે. પરંતુ જો કોઈ હોસ્પિટલમાં જ ઘાયલ થઈ જાય તો? આ એટલા માટે કહેવાઈ રહ્યું છે કે અમદાવાદની એસવીપી હોસ્પિટલના ડાયાલિસીસ વોર્ડની છતનું પીઓપી અચાનક પડી ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થયા હોવાની માહિતી સામે નથી આવી. પરંતુ હોસ્પિટલની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.  


ડાયાલિસિસ વોર્ડમાં બની દુર્ઘટના!

અમદાવાદ હમેંશા ચર્ચામાં રહેતું હોય છે. કોઈ વખત બિસ્માર રસ્તાને કારણે તો કોઈ વખત ભૂવાને કારણે સ્માર્ટ સિટી અમદાવાદ હમેશાં ચર્ચાતું રહે છે. ત્યારે અમદાવાદની એસવીપી હોસ્પિટલની છત પડી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ડાયાલિસિસ વોર્ડમાં છતનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. બારમા માળે આવેલા વોર્ડની સિલીંગના પીઓપી સહિતનો પોર્શન નીચે પડી ગયું છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.


જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો? 

હાલ દરેક જગ્યાઓ પર વાવાઝોડાના ન્યુઝ જોવા મળી રહ્યા છે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે કેવું નુકસાન થશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. અમદાવાદમાંથી નુકસાની ના દ્રશ્યો સામે આવ્યા છે. તમને લાગ્યું હશે કે આ નુકસાની વાવાઝોડાને કારણે સર્જાયા હશે. પરંતુ ન તો વાવાઝોડાની અસર ન તો ભૂકંપની અસર છે. પરંતુ આ અસર છે નિર્માણ દરમિયાન આચરવામાં આવતા ભ્રષ્ટાચારની. અમદાવાદની એસવીપી હોસ્પિટલના 12માં માળમાં પીઓપી અચાનક ધરાશાયી થઈ ગયો છે. ડાયાલિસિસ વોર્ડમાં અચાનક સિલિંગ તૂટી પડી હતી.


થોડા દિવસ પહેલા જ હોસ્પિટલમાં બની હતી ઘટના! 

મહત્વનું છે હોસ્પિટલની આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થયા હોવાના સમાચાર સામે નથી આવ્યા. પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? મહત્વનું છે કે નિર્માણ દરમિયાન વાપરવામાં આવતા માલસામાનની ગુણવત્તાને લઈ અનેક સવાલો ઉઠતા હોય છે. ત્યારે આ ઘટનામાં પણ હોસ્પિટલના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતો માલસામાન હલકી ગુણવત્તાનો હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ ઈલેક્ટ્રીક સપ્લાઈઝને લગતા એક્ટિવ રૂમમાં ભડકો થયો હતો.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે