હરિયાણાના ગુરૂગ્રામમાં બની દુ:ખદ ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 10:57:31

બિલ્ડિંગ પડી જવાની ઘટના બનવાથી અનેક લોકોના મોત નિપજતા હોય છે. ત્યારે ફરી એક વખત હરિયાણાના ગુરગ્રામમાં જૂની બિલ્ડિંગ પડી જવાની ઘટના બની છે. આ દુ:ખદ ઘટના ગુરૂગ્રામના ઉદ્યોગ વિહાર ફેઝ વનમાં બની છે. મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગને પાડવાની કામગીરી ચાલી રહી હતી. બિલ્ડિંગ તોડવાની કામગીરી દરમિયાન આ ઘટના બની છે.


બિલ્ડિંગ તોડતી વખતે સર્જાઈ દુર્ઘટના 

અનેક વખત દુર્ઘટનાને સર્જાવાને કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો છે. બિલ્ડિંગ તોડતી વખતે અથવા તો નિર્માણ પામતી બિલ્ડિંગ ધરાશાઈ થતા અનેક મજૂરોના મોતને ભેટતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના હરિયાણાના ગુરૂગ્રામમાં બની છે. જૂની ઈમારતને પાડતી વખતે બિલ્ડિંગ તૂટી પડતા બિલ્ડિંગ નીચે 3થી 4 જેટલા મજૂરો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ડજ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ મળતી વિગતો અનુસાર બિલ્ડિંગ નીચે ફસાયેલા મજૂરોમાંથી એક શ્રમજીવીનું મોત થયું છે.

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે