સમાજમાં રહેલી કુપ્રથાને રોકવા ઠાકોર સમાજની અનોખી પહેલ, 11 પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-20 17:42:33

આજકાલ લગ્નમાં લાખો રુપિયાનો ખર્ચો કરવામાં આવે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાંય લગ્નમાં ખર્ચો કરવામાં આવતો હોય છે. ત્યારે ઠાકોર સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ રીત રિવાજો અને સમાજ સુધારણાને લઈ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. 11 મુદ્દાઓ પર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. જે અંતર્ગત લગ્ન પ્રસંગોમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે, સગાઈ અને લગ્નમાં 11 લોકોએ જ સામેલ થવું, જાનમાં મર્યાદીત સંખ્યા લઈ જવી, જેમાં 51 લોકોએ જ જવું સહિતની પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી.


11 મુદ્દા પર લેવડાવી પ્રતિજ્ઞા  

ધામધૂમથી અને લાખો રુપિયાનો ખર્ચો કરી લોકો લગ્ન કરી રહ્યા છે. અનેક વખત પરિસ્થિતિ ન હોવા છતાંય પૈસા ખર્ચવા પડતા હોય છે. ત્યારે સમાજ સુધારણા માટે ઠાકોર સમાજના લોકોએ અનોખી પહેલ કરી છે. બનાસકાંઠામાં સદારામ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર સમાજે 11 મુદ્દા પર અમલ મૂકવાનો પ્રસ્તાવ કર્યો છે. ઠાકોર સમાજના મેવાસ ગોળે આ ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં ભાભર, વાવ, સુઈગામ તેમજ દિયોદર મેવાસ ગોળનો આ નિર્ણય છે.  


શું છે 11 પ્રતિજ્ઞા?

જેમાં લગ્ન પ્રસંગમાં ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, સાથે લગ્ન તેમજ સગાઈમાં કેટલા લોકો આવશે તે અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં કાપડ તેમજ ઓઢામણને બદલે રોકડા આપવા, ગામમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવવું, તેમજ દરેક ગામમાં કુળ પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન કરવું, તે ઉપરાંત કોઈ વ્યક્તિ બીમાર હોય તેની ખબર અંતર પૂછવા આવતા લોકો ન આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરી અને મર્યાદિત વસ્તુઓ આપવી,સગાઈ અને લગ્નના છૂટાછેડામાં જે દોષિત હોય તેને દંડ થાય તેના રુપિયા સમાજની શૈક્ષણિક સંસ્થાઓમાં આપવા. તે ઉપરાંત કુંવારી દીકરીઓને મોબાઈલથી દુર રાખવી તેમજ ગામડેથી અભ્યાસ અર્થે જતી દીકરીઓને અપડાઉન માટે ગામ લોકોએ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ.




આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...

ગુજરાતના અનેક સરહદી વિસ્તારમાં આજે પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. પીવાના પાણી માટે અનેક કિલોમીટર ચાલવું પડે છે. ટેન્કરના માધ્યમથી પાણી આવે છે.