સાબરકાંઠામાં યોજાયા અનોખા લગ્ન! 10 દીકરા અને 50 પૌત્ર-પૌત્રીઓની હાજરીમાં 70 વર્ષની ઉંમરે દાદા દાદીએ કર્યા લગ્ન! લગ્ન દરમિયાનનો વીડિયો વાયરલ! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-04 17:59:23

લગ્નના અનેક અનોખા તેમજ વિચિત્ર વીડિયો સામે આવતા હોય છે પરંતુ આજે સાંબરકાંઠાથી જે વીડિયો સામે આવ્યો છે તે એકદમ રસપ્રદ છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવતા હોય છે જેમાં લગ્નના અનેક વર્ષો બાદ દંપત્તિ ફરી લગ્ન કરતા હોય છે. પરંતુ આજે દંપત્તિની વાત કરવી છે તે દંપત્તિ અનેક વર્ષોથી જોડે રહે છે પરંતુ દંપત્તિએ પ્રથમવાર લગ્નના કર્યા છે અને વિધી અનુસાર  ફેરા ફર્યા છે. પૈસાની સગવડ થતા 10 પુત્ર અને 50 પૌત્રની હાજરીમાં 70 વર્ષ વટાવી ચૂકેલા દંપત્તિ લગ્નના બંધનમાં બંધાયા છે. 

70 વર્ષે ઉંમરે દાદા-દાદી લગ્નગ્રંથિથી જોડાયા

દાદીને ખાટલામાં બેસાડી ઉછાળ્યાં

10 પુત્ર અને 50 પૌત્ર-પૌત્રીની હાજરીમાં દાદા-દાદીએ કર્યા લગ્ન!    

આજે એવા લગ્નની વાત કરવી છે જેના વિશે તમે ભાગ્યે જ ક્યાંક સાંભળ્યું હશે અને જો સાંભળ્યું હશે તો પણ તે દંપતીએ ફરીથી લગ્ન કર્યાં હોય તે પ્રકારનું હશે, પરંતુ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના નાડા ગામે આદિવાસી સમાજના રિતીરિવાજો પ્રમાણે 70 વર્ષ વટાવી ચૂકેલા દંપતીએ તો પ્રથમવાર જ લગ્નના ફેરા ફર્યા છે. પહેલી વાર લગ્ન કરતી વખતે જેવી રીતે ધામધૂમ કરવામાં આવતી હોય છે તેવી જ ઉજવણી દાદા દાદીના લગ્નમાં તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. દાદા દાદીની ચોથી પેઢી લગ્નમાં ડીજેના તાલ પર ઝૂમી ઉઠી હતી. 

અનોખ લગ્નમાં આખું ગામ ડીજેના તાલે ઝૂમી ઊઠ્યું

70 વર્ષની ઉંમરે દાદા દાદી બંધાયા લગ્નના બંધનમાં!  

આદિવાસી સમાજમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પૈસાની સગવડ ના હોવાને કારણે લોકો લગ્ન કરી શક્તા નથી. પરંતુ આગેવાનોની હાજરીમાં તેમજ તેમની સંમતિથી બંને એક બીજા સાથે રહે છે અને ગૃહાસ્થ જીવન ગાળે છે. ત્યારે સાબરકાંઠામાં બે દિવસ પહેલા લગ્ન યોજાયા હતા તેણે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષી લીધું છે. અશક્ત હોવાને કારણે દાદીને ચાલવામાં તકલીફ પડતી હતી જેને લઈ તેમને ખાટલા પર બેસાડીને ફેરવવામાં આવ્યા હતા. પુત્રોએ માતાને તેડીને ફેરા ફરાવ્યા હતા. આ લગ્નમાં આખું ગામ મહેમાન બન્યું હતું. અને લોકો ડીજેના તાલ પર ઝૂમ્યા હતા. આવો જોઈએ એ વીડિયો....         



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.