સોશિયલ મીડિયા પર વાયરલ થયો શાળામાં ભણતા બાળકનો વીડિયો, બહેનપણી સાથે બેસવા ન મળતા બાળક ગુસ્સે થયો!, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-05 10:23:34

આજ કાલના ટેણિયાઓને જોઈને આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે હમણાંથી આ હાલ છે તો આગળ જઈને શું કરશે. આજ કાલની જનરેશન એટલી સ્માર્ટ છે કે આપણે જો કોઈ વસ્તુ તેમને સમજાવીએ તો સામે ઘણા સવાલો કરે છે. આપણે જે વસ્તુઓ મોટા થયા પછી સમજતા હોઈયે છીએ તે આજની જનરેશન હમણાંથી સમજવા લાગી છે. અનેક એવા શબ્દો હોય છે જેની ચર્ચા કરતા પહેલા સો વખત આપણે નાના હતા ત્યારે વિચારતા હતા પરંતુ હવેના બાળકો તો આસાનીથી એ વાતોને, એ શબ્દોને બોલી તેના વિષે ચર્ચા કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક નાના બાળકનો ક્યુટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં છોકરો તેની બાળકી મિત્ર સાથે બેસવાની જીદ કરી રહ્યો છે,   


પ્રેમ-રિલેશનશિપ વિશે વાતો કરતા હોય છે નાના ટેણિયાઓ

સોશિયલ મીડિયા પર એવા બાળકોના એવા અનેક વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં નાના બાળકોની ચતુરાઈ જોવા મળતી હોય છે. અનેક વખત એવા વીડિયો જોયા હશે જેને જોઈ આપણે પણ મનમાં વિચારતા હોઈએ છીએ કે આટલી નાની ઉંમરે આટલી સમજશક્તિ આવી ક્યાંથી? પ્રેમ, રિલેશનશીપ જેવા શબ્દો અનેક વખત આપણે બાળકોના મોઢે એવી રીતના સાંભળતા હોઈએ છીએ કે જાણે તેઓ તે વિષયમાં પારંગત હોય. ગર્લ ફ્રેન્ડ, બ્રોય ફેન્ડ જેવા શબ્દો આસાનીથી બાળકો બોલતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક નાના બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળક પોતાની મિત્ર ફેન્ડ સાથે બેસવાની જીદ કરી રહ્યો છે.

   


બાળક કહે છે તે મને સૌથી વધારે ગમે છે!  

શાળામાં ભણતો વિદ્યાર્થી તેની બહેનપણી સાથે બેસવાની જીદ કરી રહ્યો છે. પરંતુ તેને બેસવાની ના પાડવામાં આવે છે. જેને લઈ બાળક ગુસ્સો કરે છે. આ મામલો શિક્ષક પાસે પહોંચે છે અને બાળક શિક્ષકને પોતાની વાત રજૂ કરે છે. આવું શું કામ કર્યું તે અંગે શિક્ષકે જ્યારે બાળકને પૂછ્યું ત્યારે છોકરો કહે છે કે તે મને સીટ પર બેસવા નથી દેતી. તે બાદ શિક્ષક કહે છે તું ક્યાંય બીજે બેસી જા.પછી બાળક કહે છે કે તે મને સૌથી વધારે ગમે છે. આ સાંભળીને શિક્ષક તો હસવા લાગે છે જ પરંતુ વીડિયો વાયરલ થયા બાદ બાળકની નિર્દોષ વાતો સાંભળી લોકો પણ હસી રહ્યા છે. બાળકનો વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. વીડિયો પર અનેક યુઝર્સે કમેન્ટ પણ કરી છે. કોઈએ લખ્યું કે બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે, તો કોઈએ લખ્યું ક્યુટનેસ ઓવરલોડેડ..


બાળક શાંતિથી બેસે તે માટે માતા પિતા આપે છે ફોન! 

મહત્વનું છે કે જેટલી આસાનીથી મોટા ફોન નથી વાપરી શકતા, જે ફીચર્સની મોટાઓને ખબર નથી હોતી તે બધી વાતો નાના બાળકોને ખબર હોય છે. એટલી ઝડપથી ફોનમાં સેટિંગ્સ બદલી નાખતા હોય છે જાણે કે ફોન તેમના માટે રમકડું હોય. પરંતુ આ બધા વચ્ચે ચિંતા કરવાની વાત એ છે કે મોબાઈલના આધીન આજ કાલની જનરેશન થઈ ગઈ છે. અનેક બાળકો એવા હોય છે જેમને ફોન વગર ખાવાનું ગળે નથી ઉતરતું. અનેક વખત એવું પણ જોવા મળ્યું છે કે માતા પિતા કામમાં વ્યસ્ત હોય તો બાળક શાંત રહે તે માટે મોબાઈલ ફોન પકડાવી દેતા હોય છે. ત્યારે આ તેનું પણ પરિણામ છે તેવું લોકો માની રહ્યા છે.         



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.