Social Media પર વાયરલ થયો પિતા અને પુત્રનો વીડિયો, બાળકને ઠંડી ન લાગે માટે પિતાએ કર્યું કંઈક આવું, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-05 14:26:32

દરેકના જીવનમાં એક સુપરહીરો હોય છે જેને આપણે પિતા તરીકે ઓળખીએ છીએ. પિતા એક એવું પાત્ર જેના માટે ઓછું લખાયું છે ઓછું કહેવાયું છે પરંતુ તે પ્રેમ તો એટલો જ  કરે છે જેટલો પ્રેમ માતા કરે છે. કહેવાય છે કે માતા પોતાના લાડથી પોતાના પ્રેમ વ્યક્ત કરી લે છે પરંતુ પિતા પોતાના પ્રેમને વ્યક્ત નથી કરી શક્તા. પિતા ભલે આપણી સામે તેમની લાગણી વ્યક્ત ન કરતા હોય પરંતુ તેમનો પ્રેમ શાશ્વત રહેલો છે. આપણા મનમાં એવું હોય કે પિતા પાસે દરેક વાતનું સોલ્યુશન હશે, જ્યાં આપણે અટવાઈ જઈશું, જ્યાં આપણને કઈ રસ્તો નહીં મળે ત્યારે આપણે પપ્પા પાસે જઈશું કારણ કે આપણને વિશ્વાસ હોય છે કે પપ્પા પાસે આનો કોઈ રસ્તો હશે જ..

     તમને પણ ટેવ હોય તો હવેથી બાળકને હવામાં ઉછાળવાનું બંધ કરી દેજો, એટલું ખતરનાક  સાબિત થશે કે જીવ પણ જતો રહેશે

ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકને જે ખખડાવે તે હોય છે પિતા 

આપણા સારા કામમાં સપોર્ટ કરે અને ખરાબ કામમાં ટકોર કરે તે પિતા. જ્યારે પિતા આપણને ટકોર કરતા હોય ત્યારે તે દુશ્મની બાળકો સાથે લઈ લેતા હોય છે. પિતાને બાળકની નફરતનો શિકાર બનવું પડે છે. બાળકનું ભવિષ્ય ઉજવળ થાય તે માટે પપ્પા તેમને ખખડાવતા હોય છે પરંતુ જ્યાં સુધી બાળક તે વાતને સમજે ત્યાં સુધી મોડું થઈ ગયું હોય છે. સાચું માર્ગદર્શન આપે છે આપણને, નવી નવી વસ્તુઓ શીખવાડે છે. બાળક સૌથી વધારે જો વિશ્વાસ કરતા હોય છે તો તે તેના પિતા પર કરતા હોય છે. 

સોશિયલ મીડિયા પર આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

મસ્તી કરતી વખતે બાળકને જ્યારે પિતા ઉછાળે છે ત્યારે બાળકને ડર નથી હોતો કે તે પડી જશે કારણ કે તેને ખબર છે કે પિતા તેને પડવા નહીં દે.. પિતા તેને બચાવી લેશે. આજે પિતા વિશે વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં પિતાનો બાળક પ્રત્યેનો પ્રેમ દેખાઈ રહ્યો છે. શિયાળાની ઠંડીમાં બાળકને ઠંડી ન લાગી જાય, બાળક બિમાર ન પડી જાય તે માટે પિતાએ તેને પોતાની શાલમાં ઢાંકી દીધો છે. મહત્વનું છે કે તમે પણ જ્યારે રસ્તા પર જતા હશો ત્યારે આવા દ્રશ્યો જોવા મળતા હશે અને તમે પણ મનોમન તમારા પિતાને યાદ કરતા હશો.. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે તમારૂં આ વીડિયો મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો...       




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે