GEBના કર્મચારીનો બિલ ભરવાની અપીલ કરતો વીડિયો થયો વાયરલ, જાણો કોણ છે ગીત ગાનાર કર્મચારી?


  • Published By :
  • Published Date : 2023-03-15 17:51:01

કોઈ પણ વાત કહેવાનો અંદાજ હોય.... જેથી આપણી વાત લોકોને વાત ગળે ઉતરી જાય અને વધુ લોકો સુધી વાત પહોંચે. પહેલાના સમયમાં ઢોલ વગાડીને ઢંઢેરો પીટીને કહેતા. અત્યારની પરિસ્થિતિ અલગ છે. ગુજરાત ઈલેક્ટ્રીક બોર્ડના પાટણના સિટી-એકના વીજળી કર્મચારીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કારણ કે તે ગીત ગાઈને લોકોને બિલ ભરવા અપીલ કરી રહ્યા છે.

કોણ છે ગીત ગાનાર આ કર્મચારી?

પાટણના જીઈબીના કર્મચારીઓએ એક અલગ પ્રકારનો પ્રયોગ હાથ ધર્યો હતો. પાટણ શહેર સિટી-1માં વિજળીનું બિલ ભરવાનું બાકી હોય તેવા લોકો બીલ ભરે તેના માટે ગીત ગાઈને અપીલ કરી હતી. પાટણના જગદીશભાઈ ગોસ્વામી યુજીવીસીએલમાં લાઈનમેન તરીકે સેવા આપે છે. લોકોની જાગૃતિ માટે અને લોકો બિલ ભરે તેના માટે જગદીશભાઈએ માઈક પર "રસીયો રૂપાળો રંગ રેલીયો... લાઈટ બિલ ભરતો નથી" ગીત ગાઈને વીજ ગ્રાહકોને અપીલ કરી હતી કે તે બિલ ભરે. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જીઈબીના કર્મચારીઓ પાટણના અલગ-અલગ વિસ્તારોમાં જઈ ગીત ગાઈ લોકોને અપીલ કરી હતી કે વીજળીનું બિલ ભરો. લોકોને આ અપીલ ખૂબ પસંદ આપી હતી. 

કોરોનાના સમયમાં પણ લોકો રસી લેવાથી ડરી રહ્યા હતા અને કોરોનાની રસી નહોતા લેતા ત્યારે એક ભાઈનો વીડિયો વાયરલ થયો હતો જે રસી લેવા પોતાની અલગ સ્ટાઈલથી અપીલ કરતા હતા.    



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.