જગતના તાત બન્યા બેહાલ! રાપર APMCનો એક વીડિયો સામે આવ્યો જેમાં યુરિયા માટે ખેડૂતોએ લગાવી લાઈન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-29 13:58:51

ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત છે. જેના થકી દેશનું અર્થતંત્ર ચાલે છે તે જગતના તાતની દશા જોઈને આપણને દયા આવતી હોય છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ખેડૂતોની હાલત કફોડી છે તે દેખાતું હોય છે. પરંતુ આપણે તેમની પીડા નથી સમજી શક્તા. વાતાવરણ તેમજ સિઝન પ્રમાણે ખેતી ખેડૂતો કરતા હોય છે. પરંતુ કોઈ વખત કુદરતને કારણે તો કોઈ વખત માનવ સર્જિત કારણોસર ખેડૂતોને ભોગવવાનો વારો આવતો હોય છે. દરેક વખતે જગતના તાતને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવતો હોય છે. ખાતર માટે લાઈનમાં ઉભા રહેવાનું, બીજ માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. જો પાકમાં નુકસાની થાય તો પણ વીમો અથવા તો વળતર માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. પાક તૈયાર થાય તે બાદ વેચાણ અર્થે પણ લાઈનમાં ઉભા રહેવું પડતું હોય છે. 


યુરિયા લેવા માટે ખેડૂતોએ લગાવી લાઈન 

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવતા હોય છે આપણને વાસ્તવિક્તાની નજીક લઈ જાય છે. જમીની હકીકત શું છે તે આપણને જણાવતા હોય છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં લાઈનમાં ખેડૂતો નથી ઉભા પરંતુ તેમણે પોતાના ચપ્પલને લાઈનમાં રાખી દીધા છે. આ વીડિયો રાપર તાલુકા ખરીદ વેચાણ સંઘ એપીએમસીનો છે જ્યાં ખેડૂતોએ યુરિયા લેવા માટેની લાઈન લગાવી છે.  જે વીડિયો સામે આવ્યો છે તેમાં ખેડૂતોએ ચંપ્પલની લાઈન લગાવી છે. કારણ કે તેમને યુરિયા ખાતર ખરીદવું છે. દિવસ રાત પાણી ભરેલા ખેતરમાં ચાલી જે પાક તૈયાર કર્યો, તે ખેતરમાં યુરિયાની જરૂરિયાત માટે તેઓ આ રીતે લાઈન લગાવી ઉભા છે, એમ તો આવી લાઈન મોટા ભાગના ગામોમાં જોવા મળે છે.


દરેક વખતે લાઈનમાં ઉભા રહેવા ખેડૂતો મજબૂર!

ખેતી માટે ખાતર લેવા, બીજ લેવા લાઈનમાં ઉભા રહેવાનું, પાકમાં નુકસાની થાય તો પણ વીમો-વળતર લેવા પણ લાઈનમાં ઉભા રહેવાનું, પાક તૈયાર થાય ત્યારે ટેકાના ભાવે વેચવા પણ લાઈનમાં જ ઊભા રહેવાનું આ બધી આદતોમાં હવે યુરિયા માટે પણ લાઈનમાં ઉભા રહેવાની આદત ખેડૂતોને પડી જ ગઈ હશે.  દસ-બાર ખેડૂતો હોત તો કદાચ ધક્કા મૂકી થતે પણ લગભગ બધા જ ખેડૂતો આ લાઈનમાં ઉભા રહ્યા છે, એટલે એમણે આ સહિયારો રસતો શોધી કાઢ્યો. આ લાઈન જોઈ ખેડૂતોની પ્રામાણિકતા પર ખુશી તો થાય છે પણ એથી વધારે દુઃખની વાત છે કે ખેડૂતોને લાઈનમાં ઉભા રાખનાર ક્યાંક મોટી ખુરશી પર આરામથી બેઠા હશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે