Gujaratનું એક એવું ગામ જ્યાં આઝાદી બાદ પહેલી વખત વીજળી પહોંચી, ગામમાં છવાયો દિવાળી જેવો માહોલ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-30 10:12:28

વિકસિત ગુજરાતમાં વધુ એક ચોંકાવનારી હકીકતની ઘટના સામે આવી છે, ગુજરાતમાં એક ગામ એવું પણ હતુ જ્યાં વર્ષો વીતી ગયા છતાં લોકો વીજળીથી દુર હતા, હવે આ લોકોને પોતાના ઘરમાં વીજળી મળતાં દિવાળી જેવો માહોલ છવાયો છે.

આઝાદી બાદ પહેલી વખત ગામમાં આવી વીજળી!

અમરેલી જિલ્લામાંથી એક ખાસ સામાચાર સામે આવ્યા છે, અહીં જિલ્લાના રાજુલાના હિંડોરણા નજીક આવેલા મીરા દાતાર વિસ્તારમાં હાલમાં વગર દિવાળીએ દિવાળી જેવો આનંદનો માહોલ છવાયો છે, ખરેખરમાં અહીં વર્ષો બાદ લોકોના ઘરોમાં વીજળી આવી છે. મીરા દાતાર વિસ્તારમાં આઝાદી બાદ પહેલીવાર વીજળી મળી છે, આ પરિવારો અહીંયા અંધાપટમાં વર્ષોથી વસવાટ કરી રહ્યાં હતા, હવે તેમનો અંધારપટ દુર થયો છે. 



વીજળી આવતા ગામમાં છવાયો દિવાળી જેવો માહોલ! 

આમ તો માનવામાં ના આવે તેવી વાત છે પણ અમરેલીનું મીરા દાતાર ગામ દેશની આઝાદીથી છેક આજ સુધી વીજળીની સુવિધાથી વિહોણું હતું. છેવાડાના આ ગામમાં વીજળીરૂપી વિકાસ નહોતો પહોંચ્યો પરંતુ અમૃતકાળમાં હવે ગામમાં રોશની પહોંચી છે અને લોકજીવનમાં અજવાળા પથરાયા છે. અમરેલીના રાજુલા તાલુકાના હિંડોરણા નજીક આવેલા મીરા દાતાર વિસ્તારમાં આઝાદી બાદ આજે વીજળી આવતા લોકોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં રહેતા લોકો લાંબા સમયથી વીજળી વગર અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. જે આજે દૂર થતા ખુશખુશાલ જોવા મળ્યા હતા.


સ્થાનિક ધારાસભ્યના કારણે ગામમાં પહોંચી વીજળી! 

ખાસ વાત છે કે, મીરા દાતાર વિસ્તારના 30 પરિવારોએ અનેકવાર તંત્ર અને સરકાર સામે પોતાની વીજળીની સમસ્યાઓ મુકી હતી. જોકે સ્થાનિક ધારાસભ્યના કારણે વીજળી ગામ સુધી પહોંચી છે. મહત્વનું છે કે આપણે વિકાસશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાતની ગમે તેટલી વાતો કરીએ, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને વિકસીત બતાવીએ પરંતુ આજે પણ અંતરિયાળ વિસ્તારો એવા છે જે પાયાની સુવિધાઓથી વંચિત છે. 




વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.