વલસાડનું એક ગામ જ્યાં અંતિમયાત્રા કાઢવા માટે પણ લોકોએ કરવો પડે છે સંઘર્ષ, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-09 15:22:46

વરસાદી માહોલ ગુજરાતમાં જામ્યો છે. ઠેર ઠેર વરસાદના દ્રશ્યો સામે આવતા હોય છે. વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે, અનેક બ્રિજો તેમજ રસ્તાઓ વરસાદને કારણે તૂટી પણ ગયા છે. અનેક લોકો વરસાદને એન્જોય કરતા હોય છે તો કોઈ માટે આ વરસાદ મુસીબત લઈને આવતું હોય છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ જતું હોય છે. અનેક જગ્યાઓથી વરસાદને કારણે નયનરમ્યો દ્રશ્યો સર્જાયા છે તો અનેક જગ્યા પર વરસાદ વિનાશકારી સાબિત થયો છે. ત્યારે વલસાડથી એક ઘટના સામે આવી છે જેમાં વરસાદી પાણીના પ્રવાહ વચ્ચે અંતિમયાત્રા નિકાળવા લોકો મજબૂર બન્યા હતા.

 


એમ્બ્યુલન્સ અટવાઈ જતા ગયો હતો વૃદ્ધાનો જીવ 

અનેક જગ્યાઓથી એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ગર્ભવતી મહિલાને પલંગ પર બેસાડી બીજા સ્થળ પર ખસેડવામાં આવી હતી. તે સિવાય પણ એવા અનેક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં રેસ્ક્યુ કરી લોકોનો જીવ બચાવવો પડતો હતો. થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરમાં પાણી ભરાઈ જવાને કારણે એમ્બ્યુલન્સ ટાઈમ પર ન પહોંચી શકી હતી જેને લઈ વૃદ્ધાનો જીવ જતો રહ્યો હતો. એ સિવાય પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં લોકોનું દિલધકડ રેસ્ક્યુ કરાયું હતું. 


અંતિમસંસ્કાર કરવા માટે પરિવારજનોએ કરવો પડે છે સંઘર્ષ 

વરસાદના ધસમસતા પ્રવાહ વચ્ચે મૃતકના અંતિમ સંસ્કાર કરવા જતા લોકોની તસવીરો સામે આવી હતી. અંતિમયાત્રાના જે દ્રશ્યો સામે આવ્યા છે તે વલસાડ તાલુકાના કાકડમટી ગામના છે.  અંતિમ યાત્રા કરવા માટે લોકોને અગ્નિ પરીક્ષા આપવી પડી રહી છે. વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પુલના અભાવે દર ચોમાસે જ્યારે કોઈના અંતિમસંસ્કાર કરવા જવું હોય ત્યારે આવા ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે. પુલ બનાવામાં આવે તે માટે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જો ચોમાસાની સિઝનમાં કોઈનું મોત થાય છે તો અંતિમસંસ્કાર કરવા માટે તેમણે આ રસ્તા પરથી પસાર થવું પડે છે. 


પુલ બનાવવા માટે અનેક વખત કરાઈ છે રજૂઆત 

જે જગ્યાની વાત થઈ રહી છે તે ગામમાં સ્મશાનગૃહ નદીના પેલે છેડે આવેલું છે. નદી ઓળંગીને બીજા કિનારે પહોંચવા માટે લોકોએ સંઘર્ષ કરવો પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે જો પુલનું નિર્માણ કરવામાં આવે તો જીવના જોખમે અંતિમયાત્રા નિકાળવી ન પડે. નદીમાંથી પસાર થઈ મૃતકના પરિવારજનો પોતાના સ્વજનને અંતિમવિદાય આપે છે.   





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.