ફરી એક સગીરા બની હવસનો શિકાર! વડોદરામાં મિત્રને મળવા ગયેલી સગીરા પર અત્યાચાર આચરી આરોપીઓ ફરાર, પોલીસે શરુ કરી તપાસ


  • Published By :
  • Published Date : 2024-10-05 16:43:15

શક્તિની આરધનાનું પર્વ ચાલી રહ્યું છે... સ્ત્રી શક્તિ સ્વરુપ માતાજીની આપણે પૂજા, આરધના પ્રાર્થના કરીએ છીએ.... એક તરફ સ્ત્રી એ શક્તિ છે અને આ જ શક્તિનાં અલગ-અલગ રૂપની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિ આપણે ઉજવણી રહ્યાં છીએ... ત્યારે બીજી બાજુ એજ શક્તિ સમાન બાળાઓ સ્ત્રીઓ પર રાજ્યમાં અત્યાચારો થઈ રહ્યાં છે... દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે..... દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

સમજાતું નથી સમાજ કઈ તરફ જઈ રહ્યો છે

જન્મથી લઈને 18 વર્ષની બાળકી કોઈપણ જાતીય ગુનાનો ભોગ બને ત્યારે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાય છે. ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો વર્ષ 2022-23માં દરરોજ બળાત્કારના સરેરાશ 6 કેસ નોંધાયા હતા... જેમાં વધારો થયો છે.... એટલી દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે કે સમજાતુ નથી સમાજ કઈ તરફ જઈ રહ્યો છે....   દેવીસ્વરુપ બાળા ફરી એકવાર દુષ્કર્મી દાનવોના હાથે પીંખાઈ છે...  વડોદરા શહેરમાં અપાર ઉત્સાહ સાથે નવરાત્રિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. નવરાત્રિ મહોત્સવના બીજા જ નોરતે ગરબા રમવા માટે ગયેલી સગીરા ઉપર મોડીરાત્રે ભાયલી વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની છે. સગીરા સાથે ગેંગરેપ થયો છે.... 




પોલીસે ફરિયાદના આધારે હાથ ધરી કાર્યવાહી

તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળ પાસેથી તૂટેલા ચશ્મા અને ઝાઝંર મળી આવ્યા છે. જે પોલીસે કબ્જે કરી હવસખોરોની શોધખોળ હાથ ધરી છે... ઘટના આખી એવી રીતે સામે આવી કે, ભાયલી વિસ્તારમાં પીડિતા પોતાના બાળપણના મિત્ર સાથે 11.30 વાગ્યે મળી... બંને મિત્રો ભાયલી વિસ્તારમાં સનસીટી સોસાયટી છે ત્યાં વાત કરવા માટે ગયા... એટલામાં બાર વાગ્યા આસપાસ બે બાઈક પર પાંચ લોકો આવ્યા... 




પોલીસ પાસે શું છે માહિતી?

આ પાંચેય શખ્સોએ પહેલા અભદ્ર ભાષામાં વાત કરી... જેનો પીડિતા અને તેના મિત્રએ પ્રતિકાર કર્યો હતો... આ પાંચ લોકોમાંથી બે લોકો પહેલા નીકળી ગયા... પણ બાકીના ત્રણ શખ્સોમાંથી એકે પીડિતાના મિત્રને ગોંધી રાખત્યો અને બાકીના બે શખ્સોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યાંથી ભાગી ગયા.... પીડિતા સંતુલિત થઈ પછી પોલીસને જાણ કરી...પોલીસ ત્યાં પહોંચી અને તમામ પૂરાવાઓ એકત્ર કરી લીધા છે...  જે વિસ્તારમાં આ બનાવ બન્યો તે ઘણી અવાવરુ જગ્યા છે.... પીડિતા અને તેનો મિત્ર આરોપીઓનો ચહેરો ઓળખી શક્યા નથી.... પણ વાતચીતની શૈલી અને શરીરના બાંધા અંગે થોડી માહિતી પોલીસને આપી છે... 



ઘટનાને ગરબા સાથે કોઈ સંબંધ નથી - પોલીસ 

ગરબા રમવા ગઈ અને દુષ્કર્મ થયું એવી માહિતી સામે આવી જેમાં પોલીસનું કહેવું છે કે આ ઘટનાને ગરબા સાથે કોઈ સંબંધ નથી.... પીડિતાના પિતાની ફરીયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પીડિતાનો મિત્ર ધોરણ 11માં અભ્યાસ કરે છે. આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ તંત્રની એલસીબી, એસઓજી તેમજ શહેર પોલીસ તંત્રની ટીમ મળી 5 ટીમો કામે લગાડી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઇ જશે તેમ જિલ્લા પોલીસ વડા રોહન આનંદે ઉમેર્યું હતું.. 


દાહોદની ઘટનાના પડઘા શાંત નથી થયા અને.....

મહત્વનું છે કે દાહોદમાં બનેલી ઘટનાના પડઘા હજી શાંત નથી થયા ત્યાં તો દુષ્કર્મની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.. ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવતું પરંતુ આપણા રાજ્યમાં પણ મહિલાઓની સુરક્ષા પર અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો....



ઇટાલી અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવાને લઇને વાર્તાલાપ પડી ભાંગ્યો છે . આ પાછળ ઇટાલીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ ઉભું કર્યું હતું . આ ઉપરાંત ઈલોન મસ્કની જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકટતા છે તેના લીધે પણ આ વાર્તાલાપ પડી ભાંગ્યો છે. ઈલોન મસ્ક હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં જોરદાર વિરોધનો સામનો કરી રહ્યા છે.

વ્યક્તિ પોતાના ઘરમાં કેટલી રકમ રાખી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. જ્યાં સુધી તમે સાબિત કરી શકો કે તે કાયદેસરના સ્ત્રોત માંથી કમાયા છે અને તમે તેને તમારા આવકવેરા રિટર્નમાં જાહેર કર્યું છે ત્યાં સુધી આ લાગુ રહેશે. જો તમે સાબિત કરી શકતા નથી કે પૈસા કાયદેસર નથી, તો તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે.

6G ઈન્ટરનેટ માટે ચાઈનામાં તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે . તો આ બાજુ યુએસમાં નેક્સટજી નામનું અલાયન્સ બનાવવામાં આવ્યું છે . યુરોપમાં નોકિયા , ક્વાલકોમ , એટીએનટી આ 6G ઈન્ટરનેટ માટે કામ કરી રહ્યા છે . ભારત પણ આ રેસમાંથી બહાર નથી . ભારત ૨૦૩૦ના વર્ષ સુધી 6Gમાં ગ્લોબલ લીડર બનવા માંગે છે . આ માટે ભારતે "ભારત 6G પ્રોજેક્ટ" અમલમાં મુક્યો છે .

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા જેમના ઘરે નોટોનો ઢગલો મળી આવ્યો છે . હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને ફરજમાંથી મુક્ત કરી દીધા છે . આ બાજુ સુપ્રીમ કોર્ટે આ સંપૂર્ણ ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશન બેસાડ્યું છે . તો હવે જોઈએ કોલેજિયમ યશવંત વર્માને શું સજા ફટકારે છે.