Heart Attackને કારણે થયું એક યુવાનનું મોત, અચાનક છાતીમાં દુખાવો થતાં Flightનું કરાવ્યું Emergency Landing, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-21 18:11:14

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વસ્થ લાગતો વ્યક્તિ અચાનક ઢળી પડે છે અને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યારે ડોક્ટર તેને મૃત જાહેર કરી દે છે. યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને જ હાર્ટ એટેક આવતો હતો, મોટી ઉંમરના જ લોકો જ હાર્ટ એટેકનો ભોગ બનતા હોય છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેકનો કારણે થયું છે.  23 વર્ષના યુવકને ફ્લાઈટમાં હાર્ટ એટેક આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જયપુર ખાતે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પરંતુ યુવાનનું મોત થઈ ગયું હતું.


ફ્લાઈટમાં યુવાનને આવ્યો હાર્ટ એટેક

કોણ ક્યારે કાળનો કોળિયો બનશે તેની જાણ કોઈને નથી હોતી. કોણ ક્યારે દુનિયાને અલવિદા કહી દે છે તેની ખબર નથી પડતી. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. યુવાનો કાળનો કોળિયો બની રહ્યા છે. કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધુ એક યુવાનની મૃત્યુ હાર્ટ એટેકને કારણે થઈ છે. કોઈ યોગા કરતા કરતા તો કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે જે કિસ્સો સામે આવ્યો છે તેમાં ફ્લાઈટમાં યુવકને હાર્ટ એટેક આવ્યો છે. 


છાતીમાં દુખાવો થતાં ફ્લાઈટની કરાઈ ઈમરજન્સી લેન્ડિંગ 

લખનોતી શારજાહ ફ્લાઈટ જઈ રહી હતી પરંતુ આ ઘટનાને કારણે ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પેસેન્જરને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેની પહેલા જ યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જે યુવાનનું મૃત્યુ થયું છે તેનું નામ નન્થા ગોપાલ છે. ફ્લાઈટમાં બેઠા હતા ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો થયો. જેને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હોસ્પિટલ જ્યારે યુવકને ખસેડવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. જે ફ્લાઈટનું લેન્ડિંગ કરાવવામાં આવ્યું તેમાં 190 જેટલા લોકો સવાર હતા.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે