પ્રાંતિજથી ગેરકાયદેસર US જતાં યુવકનું રસ્તામાં મોત, પરિવાર નિકારગુઆમાં ફસાયું!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-11 16:05:33

ટ્રમ્પ સરકાર બનતા જ અમેરિકામાં ગેરકાયદેસર ખુસેલા લોકોને પાછા મોકલવાની કામગીરી શરુ થઇ ગઈ ભારતથી જે લોકો ગેરકાયદેસર ગયા હતા એ બધાને ધીરે ધીરે પાછા દેશમાં મોકલી રહ્યા છે પણ જયારે આ બધું ચાલતું હતું ત્યારે પણ એક સવાલ હતો કે હાથમાં હાથકડીઅને પગમાં બેડીઓ સાથે પાછા મોકલ્યા પછી પણ લોકો ડંકી રૂટથી જવાનું બંધ કરશે તો જવાબ ના છે કારણકે લોકો જીવ જોખમમાં નાખીને પણ હજુ ગેરકયદેસર ડંકી રૂટથી જાય જ છે . પ્રતિજનો એક પરિવારની જે હમણાં જ  USમાં ગેરકાયદેસર રીતે જતા હતા અને રસ્તામાં જ યુવકનું મૃત્યુ થયું કારણ શું ?


અમેરિકા જતાં રસ્તામાં મૃત્યુ!

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે  ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે  યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું  મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે  જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે. 

માતાએ શું કહ્યું? 

અહીંયા રહેતા એમના માતા ને જયારે આ ઘટના વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે એમને કશું ખબર નથી દીકરો ફરવા જવાનું કહીને ગયો હતો દિલીપભાઈની માતા લખમીબેને કહ્યું કે એના પરિવાર સાથે ગયો હતો એટલે અમને એવું હતુંકે એ ફરવા જ જાય છે જોકે ગામના સરપંચ અને બીજા લોકોની તાપસ પણ થઇ રહી છે કે કયા એજન્ટ અને કઈ રીતે એ પરિવાર ગયું 



"ગામના 50 ટકા લોકો અમેરિકા"

મોયેદ ગામના સરપંચ ધનરાજસિંહ રાઠોડને જયારે પત્રકારોએ સવાલ કર્યા તો તેમને કહ્યું કે ગામના આશરે 3500 જેટલી વસ્તી છે. જેમાંથી 50 ટકા જેટલા પટેલ લોકો USમાં વસવાટ કરે છે. ગામમાં એવી ચર્ચાઓ થાય છે કે, તેઓ અમેરિકા ફરવા ગયા હતા અને ત્યાં તેઓ મૃત્યુ પામ્યા છે.અમને નથી ખબર કે એ કઈ રીતે અમેરિકા ગયા ... આવોજ એક કેસ થોડા વર્ષો પહેલા બન્યો હતો જે દુનિયાભરની મીડિયા એ  ચલાવ્યો હતો જેમાં ડીંગૂચાનું પરિવાર કઈ રીતે અમેરિકા ગેરકાયદેસર જતા રસ્તામાં જ બરફમાં ડટાય ગયું... એ કોઈ પહેલી ઘટના ન હતી એની પહેલા પણ અનેક લોકો આવી રીતે ડંકી રૂટથી જવામાં મોતને ભેટ્યા છે! આટ આટલું થયા પછી પણ કેમ લોકો નથી સમજતા એ પ્રશ્ન છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .