ખાડાને કારણે એક યુવક મરતા મરતા બચ્યો! રસ્તા સુધારવા માટે કરાઈ રજૂઆત પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં... જાણો ક્યાંની છે ઘટના


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-27 10:37:53

ખરાબ રોડ રસ્તાની વાતો, રસ્તા પર ખાડા હોવાની વાતો અનેક વખત કરવામાં આવી છે. લોકોને સારા રસ્તા મળે તે માટે અનેક વખત સરકારને પણ રજૂઆત કરવામાં આવતી હોય છે. અનેક વખત રસ્તાના નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તાવાળો સામાન વાપરવામાં આવે છે, ભ્રષ્ટાચાર કરવામાં આવતા હોવાનો મુદ્દો અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે. અનેક વખત વાતો થઈ છે, અનેક વખત ચર્ચા થઈ છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ હોય તેવું લાગે.   

ખાડાને કારણે વાહનચાલકનો જતા જતા બચ્યો જીવ 

અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં અકસ્માત, ટક્કર થતાં દેખાતા હોય છે. આ સમાચાર પણ અકસ્માતને લઈને પરંતુ તે અકસ્માત નહીં જે તમે વિચારી રહ્યા છો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક વીડિયો વાપી પાસે આવેલા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેનો છે. શહેરના રસ્તઓ પર તો ખાડાઓ હોવું સામાન્ય બની ગયું છે. સરકારના મંત્રીઓ ભલે બૂમો પાડી પાડીને કહેતા કે રસ્તાની હાલત ખૂબ સારી છે, રસ્તા નાના બાળકના ગાલ જેવા છે વગેરે વગેરે.. પરંતુ વાસ્તવિક્તા વિશે તમે સૌ જાણો છો. એ કહેવાની જરૂર નથી. પરંતુ હવે તો ખાડા હાઈવે પર  પણ જોવા મળી રહ્યા છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક બાઈકચાલક ખાડાને કારણે રસ્તા પર પટકાયો, સદનસીબે તે બચી ગયો. જ્યારે તે પટકાયો હતો ત્યારે તેની બાજુમાંથી એક કન્ટેનર ટ્રક નીકળે છે, અને તેના ટાયરથી તે માંડ માંડ બચે છે. રાત્રે હાઈવે પર બનેલી આ ઘટનાના દ્રશ્યો પાછળથી આવતી એક કારના ડેસ્કબોર્ડ પરથી લેવાયેલા છે. 

 

હાઈવે પરથી પસાર થાય છે અનેક મોટા વાહન

પોતાની નોકરી પતાવી વાપીથી વલસાડ તરફ જતા બલિઠા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરથી પારડીના મોટા તાઇવાડ વિસ્તારમાં રહેતા અબ્દુલ રહેમાન ઉંમરમિયાં નામનો યુવક પસાર થઈ રહ્યો હતો. ત્યારે વાપીથી આગળ જતા બલિઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બાઈક ચાલક પુરઝડપે પસાર થઈ રહ્યો હતો . આ દરમિયાન હાઇવે પરથી અન્ય મોટા ભારે વાહનો પણ પસાર થઈ રહ્યા હતા. અચાનક જ હાઈવે પર પડેલા ખાડામાં બાઇક પટકાતા, બાઈક ચાલક હાઇવે પર જ ફંગોળાઈ ગયો. જોકે યુવકનો જીવ બચી ગયો જો યુવક સહેજ પણ આગળ-પાછળ પડ્યો હોત તો કન્ટેનરના ટાયર નીચે આવીને તેનો જીવ જઈ શકતો હતો. આ ઘટનામાં જાણે યુવકે મોતને હાથ તાળી આપી છે. આ મુદ્દે સરકાર ધ્યાન દો, કારણ કે તમારા કારણે લોકો મરી રહ્યા છે.


બાઈકચાલકનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ હોત?

પોલીસને કહો કે સરખો ન્યાય અહીંયા પણ કરે! શોધી લાવે કે કોણ કોણ અમારા ભાગના રૂપિયા ખાઈ ગયું! રસ્તામાં ડામર કપચી ખાવા વાળા ભ્રષ્ટાચારીઓને શોધો કોઈ! કારણ કે જ્યારે આપણે અકસ્માતની વાત કરીએ છે લોકોને નિયમો પાલન કરવાની વાત કરીએ છે ત્યારે જરા પોતાના તંત્ર ને પણ સુધારો થોડુંતો લોકોના જીવ જતાં બચે. આવા મુદ્દાઓ પર અનેક વાત કરી ચૂક્યા છે. અનેક વાર વાતો થઈ, ચર્ચા થઈ પણ તો પણ સ્થિતિ ત્યાંની ત્યાં. અમારે ખાલી એટલું કહવું છે કે 'રસ્તા સુધારો રાજ, કમિશન ઓછું કરો બાપ' કારણ કે તમારા કારણને લોકો મરી રહ્યા છે  આ ઘટનામાં જો કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ હોત? 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે