ભાદરવી પૂનમના મેળાને લઈને લાખો લોકો પદયાત્રા કરી માં આંબાના દર્શન કરવા જઈ થયા છે આ સમગ્ર માહોલ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે સંઘમાં પગપાળા અંબાજી જઈ રહેલા યુવાને જાડ પર લટકી આત્મહત્યા કરી લીધી છે
અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો મહેસાણા ખેરાલુ, સતલાસણા માર્ગો પર ચાલતા જઈ રહ્યા છે જ્યાં સતલાસણા પાસે એક યુવકની જાડ પર લટકતી લાશ મળી આવી છે નર્મદા જિલ્લાના સંઘમાં ચાલતા નીકળેલા યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે સમગ્ર કેસમાં યુવાનો અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
નર્મદના ભૂતાળ ગામે રહેતો પરણિત યુવાન ધર્મેન્દ્ર વસાવા તેના ગામથી 14 સપ્ટેમ્બરના રોજ અંબાજી જવા નીકળ્યો હતો આ યુવક નર્મદના સંઘ સાથે પગપાળા આવ્યો હતો પરંતુ સંઘ દાંતા પહોંચતા તેનો કોઈ પત્તો ન લાગતાં સંઘના લોકોએ ધર્મેન્દ્રના પરિવારને જાણ કરી હતી ત્યારબાદ પરિવાર પણ ધર્મેન્દ્રને શોધવા કામે લાગ્યો હતો
ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી હતી
સતલાસણા તાલુકાના કમ્પા નજીક નાયલોનની દોરાથી જાડ પર લટકેલી લાશ મળી આવી હતી જેની તપાસ કરતા આ યુવાનના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં માત્ર એક મોબાઈલ નંબર લખેલો હતો તે મોબાઈલ નંબર મૃતકના ભાઈનો હતો જે આધારે પોલીસે તેના પરિવારને જાણ કરી હતી ઉલ્લેખનિય છે કે 33 વર્ષના યુવાનની લટકતી લાશ પર ઉપરના ભાગે એક પણ કપડું નહોતું માત્ર પેન્ટ પહેરેલી હતી જોકે આ તમામ બાબતે પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે






.jpg)








