બીગ બોસના વિજેતા એલ્વિસ યાદવ પાસે એક કરોડની ખંડણી માગનાર વડનગરનો યુવાન ઝડપાયો


  • Published By :
  • Published Date : 2023-10-28 13:15:16

રાતો રાત કરોડપતિ થઈ જવાના સપના જોતા મહેસાણાના આરટીઓ એજન્ટે કરોડોનું ફુલેકુ ફેવરવાનું વિચાર્યું. સોશિયલ મીડિયા બ્લોગર એલ્વિસ યાદવની લાઇફ સ્ટાઇલથી પ્રભાવિત થઈ મહેસાણાના આરટીઓ એજન્ટે મગજ દોડાવ્યું હતું. યુટ્યુબમાં તેના વીડિયોમાં બતાવેલી મોંઘી કારના પાસિંગ નંબર ઉપરથી તેનો મોબાઇલ નંબર અને એડ્રેસ મેળવીને ખંડણી માંગી હતી જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત ભરમાં ચર્ચાનો વિષય બની છે.

હરિયાણાના ગુરુગ્રામ વજીરાબાદ રહેતો અને બીગ બોસની સિઝન 2 માં વિજેતા યુટ્યુબર એલ્વિસ યાદવ લંડનથી બીગ બોસની સિઝન પૂર્ણ કરીને ભારત આવતા તેના મેનેજરના મોબાઈલ ઉપર અજાણ્યા નંબર ઉપરથી ધમકી આપતો ફોન થયો હતો જેમાં શરૂઆતમાં 40 લાખની ખંડણી માંગવામાં આવી હતી.અને તે બાદ તે જ નંબર ઉપરથી એક કરોડની ખંડણી  માગતા એલવીસ યાદવે હરિયાણાના ગુરુગ્રામના સેક્ટર 53 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે નંબર ઉપરથી ખંડણી મંગાઈ હતી તે નંબર મહેસાણા જિલ્લાના વડનગર નો હોવાનું ખુલતા ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડનગર પહોંચી હતી. અને મહેસાણા આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા અને વડનગરમાં રહેતા શાકીર જાકીર મકરાણીની ધરપકડ કરી હતી.

રાતો રાત કરોડપતિ થઈ જવાના સપનામાં રાચતાં સાકીર જાકીર મકરાણી મહેસાણા આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતો હોય તેને આસાની પૂર્વક સેલિબ્રિટી એવા એલ્વિસ યાદવની ગાડી નો નંબર મળીએ આવ્યો હતો અને હરિયાણા પાસે ના નંબર ઉપરથી તેનો મોબાઇલ નંબર અને એડ્રેસ મેળવીને તેને મેસેજ તેમજ મોબાઇલ ઉપર વાત કરીને એક કરોડની ખંડની માંગ્યા નું ખુલ્યું છે.ખંડણી માગનાર આરટીઓ એજન્ટને હરિયાણા લઈ જવાયો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બ્લોગર એલ્વિસ યાદવ ની લાઈફ સ્ટાઈલ થી પ્રભાવિત થઈને મહેસાણાના આરટીઓ એજન્ટે ધમકી આપી ખંડણી માંગી હતી



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.