ગુજરાત વિધાનસભા નજીક આવતા દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે આજે ફરી એક વખત આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામનું 16મુંલિસ્ટ બહાર પાડ્યું છે. 16મું લિસ્ટ જાહેર કરી ઈસુદાન ગઢવી તેમજ નકુમ લખમણભાઈ બોઘાભાઈના નામને જાહેર કરી દેવામાં આવ્યા છે.
ઈસુદાન ગઢવીના નામની કરાઈ જાહેરાત
ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ત્યારે દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તો ઘણા સમય પેહલાથી ઉમેદવારોના નામની ઘોષણા કરવાનું શરૂ કરી દીધું હતું. એક બાદ એક લિસ્ટ બહાર પાડી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જનતા સમક્ષ મૂકી રહી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ 16મું લિસ્ટ બહાર પાડી 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આપનો મુખ્યમંત્રીનો ચહેરો એટલે કે ઈસુદાન ગઢવી ખંભાળિયાથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
                            
                            





.jpg)








